ગુજરાત

પૌરાણીક પીંડારા તીર્થક્ષેત્ર ખાતે આહીર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવ યોજાશે

દ્વારકા તીર્થસ્થાન દ્વારીકાની પાસે આવેલું પૌરાણીક પીંડારા તીર્થક્ષેત્ર ખાતે આહીર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે આહીરાણી મહારાસ પછી સમગ્ર ગુજરાતભરના આહીરોનો આ ધર્મપ્રસંગ આહીરસમાજની સામાજીક એકતા, શિસ્ત, સંસ્કૃતિ અને શક્તિનું વિશાળ દર્શન કરાવે એવો ભવ્યાતિભવ્ય યોજાય એના માટે સમગ્ર આહીરસમાજે તૈયારીઓની કમરકસી છે તા-29 માર્ચથી 6 એપ્રીલ સુધી નવ દિવસ ચાલનારા આ ધર્મ મહોત્સવનો પ્રારંભ જગદમંદીર દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લીંગના મંદીર શીખરો પર નૂતન ધ્વજારોહણથી થશે, આ ધર્મ મહોત્સવમા  પીંડારા ખાતે વિખ્યાત કથાકાર પ.પૂ. ગીરીબાપુની શિવમહાપૂરાણની 835 મી કથા બંન્ને સત્રમાં યોજાશે સાથોસાથ પીંડારાતીર્થ જે પિતૃતર્પણના કાર્ય માટે પૌરાણીક મહત્વ ધરાવે છે એ પિતૃતર્પણની વીધિ નવ દિવસ સમગ્ર આહીર સમાજના લાભાર્થે વિનામૂલ્યે યોજાઈ રહી છે સમસ્ત જીવમાત્રના કલ્યાણ અને વિશ્વશાંતિની મંગલ મનોકામના સાથે મહાવિષ્ણુયાગ અને ભાગવતજીના પાઠનું પણ નવદિવસીય આયોજન આ ધર્મ મહોત્સવમાં થયેલ છે દરરોજ અંદાજીત દોઢથી બે લાખ ભાવિક ભક્તો જે ધર્મ મહોત્સવમા પધારવાના હોય એના ભોજનની સુંદર વ્યવસ્થાઓ આહીરસમાજ દ્વારા ઉભી કરાયેલ છે મહર્ષી દુર્વાષામુની આશ્રમસ્થળે યોજાનાર આ ધર્મ મહોત્સવમા બ્રહ્મ અને ઋષીઓ પ્રત્યે આહીર સમાજનો કૃતજ્ઞભાવ દર્શાવતી બ્રહ્મચોર્યાસી તથા સાધુસમાજની 15 જેટલી દીકરીઓના સમૂહલગ્ન પણ આ પ્રસંગે યોજાશે

ધર્મમહોત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમો જેમા તા-30 માર્ચ અને 2 એપ્રીલે ભવ્ય લોકડાયરાઓ યૉજાનાર છે જેમા અનુક્રમે રાજભા ગઢવી, બીરજુ બારોટ, ગોપાલ સાધુ તથા માયાભાઈ આહીર, દેવરાજ ગઢવી, પરસોતમ પરી, શૈલેષ મારાજ જેવા ખ્યાતનામ કલાકારો સ્ટેજ શોભાવશે આ ઉપરાંત તા-5 એપ્રીલની સાંજે ભવ્ય મહારાસની ઝાંખી જેમાં ભાવેશ આહીર, માલદે આહીર તથા ક્રિષ્ના આહીર જેવા લોક ગાયકો કૃષ્ણપરંપરાના રાસગરબાની રમઝટ બોલાવશે 

મહર્ષી દુર્વાષામુની ની પૌરાણીક કથાઓ સાથે જોડાયેલ આ પવિત્ર તીર્થક્ષેત્રમાં યોજાનાર આ ધર્મમહોત્સવનો લાભ લેવા સર્વે સાધુસંતો મહંતો તથા સર્વે ભાવિકભક્તોને શ્રીઅખીલ ભારતીય યદુવંશી આહીરસમાજ તરફથી હ્રદયપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Related Posts