અમરેલી

અમરેલી જિલ્લામાં માવઠાથી થયેલ નુકસાન બદલ ખેડૂતોને સહાય કરવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆત

અમરેલી : અમરેલી જિલ્લામાં કોઈકને કોઈક વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) વરસ્યો છે. જેના કારણે ખેડૂતો બેહાલ થયા છે. રવિ પાક જેમ કે ; ડુંગળી, ઘઉં, ચણા, ધાણા અને  ફળફળાદી  રોકડીયા  પાક જેમકે કેરી – ચીકુને ભારે નુકશાન થયું છે. ઉપરાંત જિલ્લા ભરના માર્કેટિંગ યાર્ડમાં વેચવા લવાયેલ તૈયાર માલને પણ વ્યાપક નુકશાન થયું છે. ખેડૂતો પાયમાલ – બેહાલ થઈ ગયા છે. આવા કપરા સમયમાં રાજ્ય સરકારે ત્વરિત ધોરણે ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરાવી ખેડૂતોને સહાય કરવી આવશ્યક છે. તેમજ પાક વીમો મંજુર કરાવી વીમા – વળતર રકમ સત્વરે આપવી જોઈએ તેવી રજૂઆત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ભા.જ. પ. અગ્રણી પ્રાધ્યાપક જે.એમ.તળાવિયાએ કરી છે. તેમણે આ અંગેની રજૂઆત પુરુષોત્તમભાઈ રૂપાલા,  સાંસદ – રાજકોટ, ભરતભાઈ સુતરિયા, સાંસદ – અમરેલી અને કૌશિકભાઈ વેકરીયા, મંત્રીશ્રી ગુજરાત સરકાર – ગાંધીનગરને પણ કરી છે.              

Related Posts