બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણા ના વિદ્યાર્થીની ભાવનગર જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં ગૌરવપૂર્ણ જીત
પાંચમું ધોરણ ભણતાં જશ મહેતાએ ચેસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી બગદાણાનું ગૌરવ વધાર્યુંમહુવા ખાતે “ખેલ મહાકુંભ 3.0” અંતર્ગત યોજાયેલી ભાવનગર જિલ્લા કક્ષાની અંડર-11 ચેસ સ્પર્ધામાં બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણાના ધોરણ પાંચના પ્રતિભાશાળી વિદ્યાર્થી જસ હાર્દિકભાઈ મહેતાએ પ્રથમ સ્થાન હાંસલ કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું તથા સમગ્ર બગદાણા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધા મહુવા ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લાના અનેક ચેસ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જસ હાર્દિકભાઈ મહેતા એ પોતાની દ્રઢ વિચારશક્તિ અને કુશળતાથી એક પછી એક રાઉન્ડ જીતીને ચેમ્પિયનશિપ મેળવી હતી. બાપા સીતારામ વિદ્યામંદિર – બગદાણા ના સંચાલક મંડળ, શિક્ષકો અને માતા-પિતાએ તથા શાળા ના સર્વે વિદ્યાર્થીઓએ વિજેતાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
Recent Comments