ભાવનગર

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત ભાવનગર ઝોનની ૨૮ નગરપાલિકાઓ તથા ભાવનગર મહાનગરપાલિકા માટે બાંધકામ તેમજ જમીન વિકાસ પરવાનગી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

મ્યુનિસિપલ કમિશનર ડો. એન.કે. મીણા અને પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ ધવલ પંડ્યાના માર્ગદર્શન
હેઠળ ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે ભાવનગર,
અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની ૨૮ નગરપાલિકાઓ તથા ભાવનગર મહાનગરપાલિકા અને
ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ માટે બાંધકામ તેમજ જમીન વિકાસ પરવાનગી અંગેની તાલીમનું આયોજન
કરવામાં આવ્યું. જેમાં નગરપાલિકાઓના જુનિયર ટાઉન પ્લાનર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ ઈજનેર તેમજ
ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના વિવિધ શાખાઓના અધિકારીઓ તેમજ
કર્મચારીઓએ ભાગ લીધો હતો.
ગુજરાત સરકારે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું છે, રાજ્ય સ્તરે તમામ વિભાગોના વડાઓ,
તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓના ઝોન હેઠળની તમામ નગરપાલિકાઓમાં
ઇવેન્ટ અને એક્ટીવીટી માટે શહેરી વિકાસ વર્ષની ઉજવણીનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. જે અન્વયે
‘‘એમ્પાવરીંગ મ્યુનિસિપલ સ્ટાફ, સ્ટ્રેન્ગ્ધનિંગ અર્બન ફ્યુચર્સ’’ તથા ‘‘ટ્રેઈનિંગ ટુડે ફોર સ્માર્ટર સીટીઝ ટુમોરો’’ની ટેગ

લાઈન હેઠળ ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓના અધિકારી અને
કર્મચારીઓ માટે ભાવનગર જિલ્લાના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ, સરદારનગર ખાતે બાંધકામ તથા જમીન
વિકાસ પરવાનગી અંગે ઈ-નગર પોર્ટલ પર કાર્યરત ઓ.ડી.પી.એસ. મોડ્યુલની તાલીમ યોજવામાં આવી. તાલીમમાં
કુલ ૭૩ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય બાંધકામ તેમજ જમીન વિકાસ સંબંધિત
આપવામાં આવતી પરવાનગી અંગે સરકારશ્રીના અધિનિયમ, નિયમ, પરિપત્રોથી અવગત કરવાનો અને ઈ-નગર
પોર્ટલ પર કાર્યરત ઓ.ડી.પી.એસ. (ઓનલાઈન ડેવેલોપમેન્ટ પરમિશન સિસ્ટમ) મોડ્યુલની પ્રક્રિયા બાબતે સંબંધિત
કર્મચારીઓ અને અધિકારીઓને માર્ગદર્શન આપવાનો છે.
તાલીમ કાર્યક્રમમાં બાંધકામ તેમજ જમીન પર કરવામાં આવતા વિવિધ વિકાસ કામોને સંબંધીત ક્યાં-ક્યાં
નિયમો છે, અરજી કઈ રીતે કરવી, અરજી કઈ રીતે ચેક કરવી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવતી અરજીઓનો
સમય મર્યાદામાં નિકાલ થાય તે બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો. તેમજ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ, ફરિયાદ
નિવારણ પ્રક્રિયા અને જનજાગૃતિ કાર્યક્રમોની મહત્વતા ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
બાંધકામ તેમજ જમીન વિકાસ પરવાનગી અંગેની તાલીમ જુનિયર ટાઉન પ્લાનરશ્રી સંદિપભાઈ દરજી અને
શાલિનભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પ્રાયોગિક ઉદાહરણો અને કેસ સ્ટડી દ્વારા ભાગ
તાલીમાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રકારની તાલીમથી ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર
સોમનાથ જિલ્લામાં બાંધકામ તેમજ જમીન વિકાસ પરવાનગી સેવા વધુ સઘન, વિશ્વસનીય અને જનહિતકારી બનશે
તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Posts