દ્વારકા દેવભૂમી દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા અનોખો વૃક્ષારોપણ કાર્યક્રમ એક વૃક્ષ સ્વર્ગવાસી સ્વજનને નામ
જે લોકો પોતાના સ્વજનના નામે વૃક્ષ વાવવા માગે છે તેઓએ ફોર્મ ભરી અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે
30 તારીખ સુધી રજીસ્ટ્રેશન પૂરું થયું 2000 લોકો એકસાથે વૃક્ષ વાવવાના સોગંધ લેશે
આંબો, નાળિયેરી, ચીકુ, જામ્બુ, સીતાફળ, જામફળ, પીપરો, ઉંબરાના છોડના વિતરણ કરવામાં આવશે
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે આ કાર્યક્રમ યોજાશે
લોકો એક હાથમાં છોડ અને એક હાથમાં અગ્નિ લઈ વૃક્ષ ઉછેરવાના સોગંધ લેશે
જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા દ્વારા રાવલ નગરપાલિકા વિસ્તારમાં 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસે એક અલગ જ વૃક્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં અગાઉથી ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરાવી પોતાની પસંદગીનું વૃક્ષ પસન્દ કરી 5 જૂન ના રોજ પર્યાવરણવિદોની ઉપસ્થિતિમાં અગ્નિની સાક્ષીએ પર્યાવરણપ્રેમીઓ સોગંધ લઈને પોતાની પસંદગીના છોડને લઈ જઈને પોતાના આંગણે કે ખેતરમાં વાવશે અને તેને ઉછેર કરશે આ કાર્યક્રમ માં સામુહિક ઉપસ્થિત રહેવા કિસાન કોંગ્રેસ ના પાલભાઈ આંબલિયા એ અનુરોધ કર્યો છે











Recent Comments