નાના જીવમાં જોઈ લો
જો રામની સૂરત,
બદલાઈ જશે આખા જગતની
પછી આવી ફિતરત.
કીડીયારું પૂરીને મેળવો
અશ્વમેધનું ફળ,
કરુણા જ છે દુનિયામાં
શાંતિની સાચી શરત.
–“પાંધી સર”
એક તરફ વિશ્ર્વમાં યુધ્ધોન્માદ તેના અંતિમ ચરણના શિખરે છે. માનવતાના તમામ નિયમો કોરાણે મુકાયા છે ત્યારે ભારત જ એક એવો દેશ છે જ્યાં વૈષણવજનની ભાવના સાથે સૃષ્ટિના તમામ જીવોમાં રામ સ્વરૂપ દેખાય છે. એટલે કે
ભારતીય સંસ્કૃતિમાં ‘જીવદયા’ને સર્વોપરી માનવામાં આવી છે. વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ અશાંતિ અને યુદ્ધના ભય નીચે જીવી રહ્યું છે, ત્યારે પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા દાખવી વિશ્વ શાંતિનો માર્ગ પ્રશસ્ત કરવા સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે.
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, એક શ્રીફળમાં કીડીયારું પૂરવાથી વ્યક્તિને અશ્વમેધ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. આગામી પવિત્ર રામનવમી, ચૈત્રી નવરાત્રિ અને ચેટીચાંદના ત્રિવેણી સંગમ જેવા પર્વો નિમિત્તે આશ્રમ દ્વારા ભાવિક ભક્તોને જીવદયાના આ કાર્યમાં સહભાગી બનવા નમ્ર અપીલ કરવામાં આવી છે. આશ્રમની યાદીમાં જણાવાયું છે કે નાનામાં નાના જીવની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે અને તેનાથી જ આત્મકલ્યાણ શક્ય છે. આ પુણ્યશાળી કાર્યમાં જોડાવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને આહવાન કરવામાં આવ્યું છે.
આ જીવદયા અભિયાનને વેગ આપવા જીવદયા પ્રેમીઓને હાર્દિક અપીલ કરતાં શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડલા ખાતે આજે અને આવતીકાલે તારીખ ૨૦ માર્ચના રોજ પધારી આપ પણ આ સેવાયજ્ઞમાં સામેલ થઈ શકો છો
















Recent Comments