અમરેલી

અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્રારા એક અતિ જટિલ ફેફસાની સારવાર WHOLE  LUNG  LAVAGE. ફેફસામાં ભરાયેલ પ્રોટીનની ૧૦ લિટર સલાઈન દ્રારા સાફ કરાયા

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ૫૦ વર્ષીય દર્દી સાધનાબેન મકવાણા પ્રથમવાર શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર માટે આવતા તેમને ખુબજ અસાધ્ય એવી બીમારી જણાઈ આવી હતી જેમાં તેમને ફેફસામાં પ્રોટીન જમા થાય છે. જેને PULMONARAY ALVEOLAR PROTIENOSIS કહેવાય છે. જેની સારવારમાં વારાફરતી એક-એક ફેફસાને ૧૦ લિટર જેટલું સલાઈન નાખી સાફ કરાય છે. જેમાંથી દુધિયા કલર નું પ્રોટીન બહાર આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ૪ થી ૫ કલાક જેટલો સમય લાગે છે. આ સારવાર માટે લોકો ને મોટા શહેરો જેમક અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઈ જેવા શહેરોમાં પ્રાઇવેટ હોસ્પિટલ માં જવું પડે છે અને જેમાં અદાજીત ૪ લાખ કે તેથી વધારે ખર્ચે થતો હોય છે.જે શાંતાબા જનરલ હોસ્પિટલના ફેફસાના નિષ્ણાંત ડોક્ટર હિમ પરીખ અને તેમની સાથે ડોક્ટર ઝેંનબ લક્ષ્મીધર તથા એનેસ્થીસીયાની ટીમની મદદથી સંપૂર્ણ પણે વિના મુલ્યે તેમની સારવાર કરવામાં આવેલ હતી અતિ દુર્લભ એવા આ રોગની આટલી મોંઘી સારવાર નિ:શુલ્ક શાંતાબા જનરલ હોસ્પિટલમાં  ઉત્તમ રીતે મળવા બદલ દર્દી તથા તેમના સગાએ શાંતાબા જનરલ હોસ્પીટલના ડોક્ટરસની ટીમ તથા ગજેરા ટ્રસ્ટ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Related Posts