સુરત શહેરની મ્ઇ્જી બસની અંદર ડ્ઢત્ન પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બસમાં ડ્ઢત્ન પાર્ટીનો વીડિયો વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. કિડ લોકલ નામની સંસ્થાએ બસમાં ડ્ઢત્ન પાર્ટી કરી વીડિયો અને ફોટોગ્રફિ કરી છે. આ ઘટના બાદ પાલિકાએ સંસ્થા સામે નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે. ૯ ઓગસ્ટના રોજ ડ્ઢત્ન પાર્ટી કર્યાનો ખુલાસો થયો છે. કોઇ પણ મંજૂરી વિના પાર્ટી કરાયાનો ખુલાસો થયો છે.
આ સમગ્ર મામલે કિડ લોકલ સંસ્થાને મૌખિક મંજૂરી આપી હતી. જાેકે આ મંજૂરી ડેપોની અંદર શૂટિંગ કરવા પૂરતી હતી. સંસ્થા દ્વારા પરવાનગીનો દુરૂપયોગ કરી રૂટ પર ચાલતી મ્ઇ્જીમાં ડી.જે. વગાડી વીડિયો બનાવતા જેના કારણે વિવાદ થયો છે. મળતી માહિતીના આધારે ૯ ઓગસ્ટના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાએ જાહેર રસ્તા પર ચાલતી બસનો અને મંજૂરીનો દુરૂપયોગ કરી નિયમનો ભંગ કર્યો છે.
પાલિકાના સિટી લિન્ક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આ કૃત્ય કાયદેસર નથી અને કોઈપણ પ્રકારની પરવાનગી અપાઈ નથી. આ મુદ્દે હવે સંસ્થા સામે નોટિસ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સંસ્થાએ ડેપોની અંદર શૂટિંગ કરવાનું કહી બસમાં મ્યુઝિક વગાડી શૂટિંગ કર્યું છે. ૯ ઓગસ્ટના રોજ બસની અંદર ડાન્સ પાર્ટી થઈ હતી. આ મામલે સંસ્થા સામે પાલિકા કાર્યવાહી કરશે.
સુરત શહેરની BRTS બસની અંદર ડ્ઢત્ન પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલસંસ્થાએ જાહેર રસ્તા પર ચાલતી બસનો અને મંજૂરીનો દુરૂપયોગ કરી નિયમનો ભંગ કર્યો.

Recent Comments