ભાવનગર

ભાવનગરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન યોજાયું

ભાવનગર ખાતે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મૈયાણીના
અધ્યક્ષસ્થાને “Rights, Justice, Action for All Women and Girls” થીમ સાથે જિલ્લા કક્ષાનો ‘આંતરરાષ્ટ્રીય મહિલા
દિવસ’ની ઉજવણી નિમિત્તે મહિલા સંમેલન યોજાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણી તથા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલના
હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૪૦ જેટલી ગૃહિણી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત
મહિલાઓને પ્રોત્સાહન આપતી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય તથા પ્રમાણપત્રોનું વિતરણ પણ
કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલે મહિલાઓને શુભકામનાઓ
પાઠવતા જણાવ્યું હતું કે, આજના સમયમાં મહિલાઓ આત્મનિર્ભર બની સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ
યોગદાન આપી રહી છે. મહિલાઓએ સૌથી પહેલાં પોતાનું સન્માન પોતે જ કરવું જોઈએ અને પોતાની ક્ષમતાઓને
ઓળખીને આગળ વધવું જોઈએ.
તેમણે પોતાના જીવનના ઉદાહરણ દ્વારા જણાવ્યું કે, તેમની માતાએ માત્ર ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો
હોવા છતાં મર્યાદિત આર્થિક પરિસ્થિતિમાં પણ તેમના શિક્ષણ માટે અથાગ મહેનત કરી અને તેમને કલેક્ટર પદ સુધી
પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યુપીએસસીની તૈયારી દરમિયાન પણ તેમની પત્નીએ સતત
આત્મવિશ્વાસ આપીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
મોટીવેશનલ સ્પીકર શ્રી નેહલબેન ગઢવીએ જણાવ્યું કે, આજની મહિલાઓ ઘર સંભાળવાની સાથે આર્થિક
રીતે પણ સશક્ત બની રહી છે. સફળ મહિલાઓમાંથી પ્રેરણા મેળવી આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ તેમજ
પોતાની વાત અડગતાપૂર્વક રજૂ કરવાની સાથે સ્વમાનથી ઉભા રહેવાની આદત વિકસાવવી જોઈએ.
મોટીવેશનલ સ્પીકર સુશ્રી ધ્વનિ રાજ્યગુરુએ જણાવ્યું કે, સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેક
યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. છેલ્લા એક દાયકામાં હજારો મહિલાઓ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગેવાની કરી
રહી છે, જેના કારણે રોજગારના નવા અવસર ઉભા થઈ રહ્યા છે. શિક્ષણથી લઈને સૈન્ય સહિત તમામ ક્ષેત્રોમાં
મહિલાઓ આગવું સ્થાન ધરાવે છે.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાનો હતો.
પ્રારંભમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી રમેશભાઈ ઝાંખણીયાએ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું
હતું કે મહિલાઓની ભાગીદારી દરેક ક્ષેત્રમાં સતત વધી રહી છે.

કાર્યક્રમના અંતે દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી હેતલબેન દવેએ આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ
વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામકશ્રી અક્ષરભાઈ વ્યાસ, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી હંસાબેન
ભોજ,શિહોર નગરપાલિકાના પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડ, તળાજા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાઠોડ,
તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જશુબેન મકવાણા, શ્રી હિનાબેન શાહ, શ્રીમતી બીમલા દેવજી સહિત જિલ્લાના
અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Related Posts