ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લોકોનું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી અવારનવાર
જુદી-જુદી યોગ શિબીરોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભાવનગરમાં તા.૨૦ જાન્યુઆરીના રોજ મેદસ્વિતા
રાઉન્ડ ત્રણનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં મેદસ્વિતાથી પીડાતા લોકો ભાગ લઈ શકશે.
આ કાર્યક્રમ રીઝલ્ટ ઓરીએન્ટેડ રહેશે જેથી શિબિર દરમિયાન શરૂઆતમાં તેમજ અંતમાં મેદસ્વિતા માટેના
રિપોર્ટ કરવામાં આવશે. શિબીર દરમિયાન એક્સપર્ટ દ્વારા આહારવિહારનું યોગ્ય જ્ઞાન અને માર્ગદર્શન સાથે યોગના
અંગો જેવા કે આસન પ્રાણાયામ વગેરે દ્વારા મેદસ્વિતાથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય તે માટેનો અભ્યાસ
કરાવવામાં આવશે.
આ શિબિર ગીતામંદિર, અક્ષરધામ-2, શક્તિ માતાના મંદિર સામેના ખાંચામાં, કાળીયાબીડ ખાતે સાંજના
૪:૩૦ થી ૫:૩૦ કલાક દરમિયાન તથા માધવનગર-3 કોમન પ્લોટ, ટોપ થ્રી સર્કલ થી લીલા સર્કલ રોડ, શિવ રુદ્ર
ફ્લેટ ખાતે સાંજના ૪ થી ૫ કલાક દરમિયાન યોજાશે. આ શિબિરમાં ભાગ લેવા માટે સ્થળ પર રૂબરૂમાં રજીસ્ટ્રેશન
કરવાનું રહેશે. વધુ માહિતી માટે ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોઓર્ડીનેટર છાયાબેન પટેલનો મો.
8487997969 પર સંપર્ક કરવાનો રહેશે.
















Recent Comments