બોટાદ જિલ્લાના હળદર ગામે પોતાના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવનારા ખેડૂતો પર પોલીસ દ્વારા કરવામાં આવેલ બિનજરૂરી અને બેદરકાર લાઠીચાર્જની ઘટના સામે ગુજરાતના ખેડૂતોમાં ભારે રોષ છે. આ ઘટનાએ સરકારની તાનાશાહી નીતિઓ અને ખેડૂતો પ્રત્યેના અન્યાયને ઉજાગર કર્યો છે.
આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાની આગેવાનીમાં જિલ્લા ટીમ, કિસાન સેલના નેતાઓ તથા અનેક કાર્યકર્તાઓએ આજે “કાળો દિવસ” મનાવી બોટાદ કિસાન પંચાયતના સમર્થનમાં વિરોધ વ્યક્ત કર્યો હતો.
પરંતુ દુઃખની વાત એ છે કે લોકશાહી માર્ગે વિરોધ વ્યક્ત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, જે તંત્રની અહંકારભરી અને દમનકારી મનોદશાનો સ્પષ્ટ પુરાવો છે.
જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાએ જણાવ્યું કે,
> “આમ આદમી પાર્ટી ક્યારેય તાનાશાહી સામે ઝુકી નહીં. ખેડૂતોના હક માટેની આ લડત હવે વધુ જોરશોરથી લડાશે. ખેડૂતો પર અન્યાય થશે તો ગુજરાતના દરેક ‘આપ’ કાર્યકર્તા ખભે ખભો મિલાવીને મેદાનમાં ઉતરશે.”

“ખેડૂત છે તો દેશ છે — ખેડૂતો પર અત્યાચાર સહન નહીં!”
આમ આદમી પાર્ટી ગુજરાત સરકારને ચેતવણી આપે છે કે ખેડૂતો પર થતો અન્યાય અને પોલીસ દમન તાત્કાલિક બંધ કરાય, નહીં તો સમગ્ર રાજ્યમાં આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.
મુખ્ય ઉપસ્થિત લોકો નીચે મુજબ રહ્યા હતા.
યુવરાજસિંહ જાડેજા
નિકુંજભાઈ સાવલિયા
જયદિપભાઈ પાંચાણી
જે.ડી.કથીરીયા
ધર્મેશભાઈ કાનપરિયા
પરેશસિંહ પલવાર
હિતેષભાઇ સેંજલિયા
મેહુલભાઈ માલવિયા
વિમલભાઈ લાઠીયા
હરેશભાઈ માધડ
ભાવેશભાઈ માલણીયા
વિપુલભાઈ ગજેરા
પ્રીતેશભાઈ ચૌહાણ
આશિષભાઈ આગજા
નરેશભાઈ પરમાર…વગેરે


















Recent Comments