ABVP દ્વારા ધ્વજવંદનની અનોખી પહેલ. તાલુકાઓના સેવાવસ્તી વિસ્તારમાં ત્રિરંગો લહેરાવ્યો.
૫મી ઓગષ્ટ એ ભારતનું રાષ્ટ્રીય પર્વ છે જેને ભારતમાં સ્વતંત્રતા દિવસ ખૂબ જ ઉત્સાહ અને જોષપુર્ણ રીતે ઉજવવામાં આવે છે અને આ દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવેલ છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતું અને વિદ્યાર્થી હિત માટે હર હંમેશ કટિબદ્ધ છે અને રાષ્ટ્ર પુનઃનિર્માણ માટે કાર્યરત છે.૧૫ ઓગષ્ટ,૭૭મો સ્વતંત્રતા દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજુલા અને સવારકુંડલા સ્થિત આવેલ સેવાવસ્તી વિસ્તારમાં ABVPની ટીમ દ્વારા ત્યાંના સ્થાનિક લોકોને એકઠા કરી ત્રિરંગો લહેરાવ્યો.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિવિધ શાળાઓ,કેમ્પસ,કચેરીઓ ખાતે ધ્વજવંદન થતું જ હોય પરંતુ સમાજના છેવાડાના લોકો સુધી રાષ્ટ્રભાવના ખીલાવવાનું તથા ૧૫મી ઓગષ્ટ ઉજવણી શા માટે કરવામાં આવે? જેની વિશે ત્યાંના લોકોને તથા બાળકોને વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવ્યા અને સ્થાન પર રાષ્ટ્રભક્તિનો માહોલ બનાવવામાં આવ્યો.
Recent Comments