ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ચાર જાહેરાતોની સામાન્ય અભ્યાસની સંયુક્ત ભરતી પરીક્ષાની
પ્રિલિમિનરી પરીક્ષા આગામી તા. ૦૭/૦૬/૨૦૨૬ના રોજ બપોરે ૧૧:૦૦ થી ૦૨:૦૦ કલાક દરમિયાન ભાવનગર
શહેરમાં યોજાનાર છે.
પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને
વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ મળેલ સત્તાની
રૂએ પરીક્ષા દરમિયાન નિયત કરાયેલા તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
આ જાહેરનામાં અનુસાર, (૧) પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસ/સ્કેનરનાં
વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ, સ્કેનર તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર.
(૨) પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક
સાધનોના ઉપયોગ પર (૩) પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા કે તેના ઉપયોગ
પર.
(૪) પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠાં થવા પર.તેમજ
(૫) પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિએ
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું નિયત કરાયેલાં પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્રો જાહેર થશે તો તેને પણ લાગુ
પડશે.
જેને પરીક્ષા દરમ્યાન સોંપાયેલી ફરજનાં ભાગરૂપે/ કામગીરી અર્થે જરૂરી હોય અથવા સક્ષમ કક્ષાએથી એવું
ફરમાવેલ હોય તેમને આ જાહેરનામામાં જણાવેલ ક્રમ નં.૩ અને ૪ ના પ્રતિબંધો લાગુ પડશે નહિ.
આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજા થશે.
“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા તથા ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી
નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.”
ભાવનગર શહેરમાં ૭ જૂને યોજાનારી GPSC સંયુક્ત પ્રિલિમિનરી પરીક્ષાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ











Recent Comments