વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લામાં તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે, પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી, પી.એન.જી ખાદ્ય અનાજ અને ખાતરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ચીજવસ્તુઓની સપ્લાય ચેઈન અને ઉપલબ્ધતાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે બાબતે પણ કાળજી લેવામાં આવી રહી છે.
નાગરિકોને અનુરોધ છે કે, સોશિયલ મીડિયા કે, અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવતી ખોટી અફવાઓ કે, ભ્રામક માહિતી (ફેક ન્યૂઝ) પર વિશ્વાસ કરવો નહીં. કોઈપણ પ્રકારની બિનજરૂરી ભીડ કરવી નહીં કે, પેનીક બાઈંગ (ગભરાટમાં આવીને ખરીદી) કરવું નહી. તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પોતાની જરૂરીયાત મુજબ વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ છે. જિલ્લા વહીવટી તંત્રની સ્પષ્ટ સૂચના મુજબ જો કોઈ વેપારી કે એકમ દ્વારા ચીજવસ્તુઓની સંગ્રહખોરી કાળાબજારી કરવામાં આવશે અથવા નિયત ભાવ કરતા વધુ કિંમત વસૂલવામાં આવશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવશે.


















Recent Comments