ગુજરાત

રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં કોર્ટે ૨૫ વર્ષ બાદ તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા

રાજકોટના ૨૫ વર્ષ પહેલા ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં કોર્ટ દ્વારા વર્તમાનમા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા છે. રાજકોટમાં ૨૫ વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છૂટકારો આપવામાં આવ્યો છે. ૪૭ જેટલા આરોપીઓને આ ચુકાદાથી રાહત મળી છે. વર્ષ ૨૦૦૦માં પરેશ શાહ અને ભાસ્કર પારેખનું અપહરણ કરવામાં આવ્યું હતું

અને ૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પીડિત પરિવાર ૩ કરોડ રૂપિયા આપવા માટે સંમત થયો હતો. આ કેસમાં પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આ યુવાનોને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી બચાવી લીધા હતા. જાે કે, આ કેસમાં મોટાભાગના સાક્ષીઓ ગાયબ થઈ ગયા હતા અને કેટલાક સાક્ષીઓએ પોતાની જુબાની બદલી નાખી હતી. આ કારણે આ કેસમાં પુરાવા મળવામાં મુશ્કેલી પડી હતી. આ કેસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આ અપહરણ પાછળ લશ્કરે તોયબા અને જૈશ એ મહંમદ જેવા આતંકવાદી સંગઠનોનો હાથ હોઈ શકે છે. જાે કે, આ બાબત અંગે કોઈ ચોક્કસ પુરાવા મળ્યા ન હતા. આ કેસમાં ૨૫ વર્ષ બાદ આવેલો આ ચુકાદો ચોક્કસપણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છૂટકારો મળ્યો છે, જેના કારણે લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Related Posts