fbpx
રાષ્ટ્રીય

સીરિયાના રાષ્ટ્રપતિ અસદના પતન બાદ પાકિસ્તાની મીડિયામાં ડર દેખાવા લાગ્યો, જે પોતાના દેશની સ્થિતિ અંગે ચિંતા કરવા લાગ્યા

સીરિયામાં તખ્તાપલટ બાદ પાકિસ્તાનમાં પણ એક અલગ જ પ્રકારના ડરનો માહોલ છે. પાકિસ્તાની મીડિયા જગતમાં ચિંતા છે કે, પાકિસ્તાનમાં હાલમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન ક્યાંક બાંગ્લાદેશ અને સીરિયાનું સ્વરૂપ ના લઈ લે. સીરિયામાં તખ્તાપલટ બાદ, દેશમાં ઉજવણીના વાતાવરણની સાથે સાથે, અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા હુમલાઓ પણ ચાલુ છે, જ્યારે ૐ્‌જી લડવૈયાઓ દેશના પૂર્વમાં કુર્દિશ દળો સામે લડી રહ્યા છે. તખ્તાપલટ બાદ સીરિયાના પાડોશી દેશ પાકિસ્તાનના મીડિયામાં એક અનોખો જ ડર દેખાવા લાગ્યો છે,

તેઓ પોતાના દેશની સ્થિતિ અંગે ચિંતા કરવા લાગ્યા છે. પાકિસ્તાન દેશની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા, પાકિસ્તાનની મીડિયાની એન્કરે સ્થિતિ વિષે જણાવ્યા અનુસાર, જેમાં તેણે કહ્યું હતું કે, ગઈકાલે અમે જાેયું કે કેવી રીતે સીરિયામાં અસદના ૫૦ વર્ષના શાસનને ઉથલાવી દેવામાં આવ્યું, તે પહેલાં અમે બાંગ્લાદેશમાં શેખ હસીનાના ૧૫ વર્ષના શાસનને સત્તામાંથી ઉથલાવી નાખતા જાેયા.” આ સાથે તેણીએ દેશના નેતાઓ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, શું ઈમરાન ખાન, પાક આર્મી, વડાપ્રધાન અને અન્ય લોકો સીરિયાનુ ચિત્ર જાેઈ રહ્યા છે અથવા તેઓ નક્કી કરવામાં અટવાયેલા છે કે કોણ ૪ વર્ષ પૂરા કરશે? આપણો મુદ્દો એ છે કે આપણે આપણી પાસેથી શીખ્યા નથી, બીજા પાસેથી શું શીખીશું! પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી રાજકીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જેના કારણે દેશમાં દરરોજ સરકાર વિરોધી દેખાવો થઈ રહ્યા છે. આ સિવાય બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં લોકો અલગ દેશની માંગ કરી રહ્યા છે. દેશમાં શિયા-સુન્ની સંઘર્ષ પણ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ઘણા લોકો ડરવા લાગ્યા છે કે, બાંગ્લાદેશ અને સીરિયાની જેમ આ વિરોધ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે અને પાકિસ્તાનમાં પણ બળવો થઈ શકે છે. દેશના ટુકડા થઈ શકે છે.

Follow Me:

Related Posts