fbpx
બોલિવૂડ

થિયેટર પછી હવે OTTપર “સિંઘમ અગેન” અને “ભૂલ ભુલૈયા ૩” ફિલ્મોની ટક્કર થશે

અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેન દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ચાહકો ર્ં્‌્‌ પર તેની રિલીઝની રાહ જાેઈ રહ્યા હતા. અગાઉ તેને પ્રાઇમ વિડિયો પર ભાડા પર રિલીઝ કરવામાં આવી હતી. હવે ચાહકો આ ફિલ્મ ફ્રીમાં જાેઈ શકશે. સિંઘમ અગેઇનની ઓટીટી રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે અને આ વખતે પણ તે ભૂલ ભુલૈયા ૩ સાથે ટકરાશે. આ વખતે પણ અજય અને કાર્તિક વચ્ચે ટક્કર થશે. ભારતનું મનપસંદ મનોરંજન પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો આવતીકાલથી બોલિવૂડ બ્લોકબસ્ટર ‘સિંઘમ અગેન’નું વિશિષ્ટ વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્રીમિયર લાવી રહ્યું છે. આ હાઇ-ઓક્ટેન એક્શન ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને રોહિત શેટ્ટી, અજય દેવગન અને જ્યોતિ દેશપાંડે દ્વારા રોહિત શેટ્ટી પિક્ચર્સ, દેવગન ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોના બેનર હેઠળ નિર્મિત છે.

આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ ભારત સહિત ૨૪૦ દેશો અને પ્રદેશોમાં ૨૭ ડિસેમ્બરથી પ્રાઇમ વીડિયો પર એક્સક્લુઝિવલી સ્ટ્રીમ કરવામાં આવશે. તે જ સમયે, ભૂલ ભૂલૈયા ૩ પણ નેટફ્લિક્સ પર ૨૭મી ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ વખતે પણ બંને ફિલ્મો એક જ તારીખે ટકરાઈ રહી છે. ‘સિંઘમ અગેન’ એ રોહિત શેટ્ટીની પ્રખ્યાત કોપ યુનિવર્સ ફ્રેન્ચાઇઝીનો પાંચમો હપ્તો છે, જેમાં દર્શકોને રોમાંચક પ્રવાસ પર લઈ જવામાં આવશે. વાર્તા ડ્ઢઝ્રઁ બાજીરાવ સિંઘમના જીવનનો એક નવો અને મહત્વપૂર્ણ પ્રકરણ દર્શાવે છે, જ્યાં તેના લગ્ન અવની કામત સાથે થાય છે. વાર્તા રામાયણથી પ્રેરિત હોવાનું કહેવાય છે, જેમાં સિંઘમ તેની પોલીસ ટીમ સાથે એક ખતરનાક પડકારનો સામનો કરે છે.

આ વખતે સિંઘમની સાથે તેમની ટીમમાં શક્તિ શેટ્ટી, વીર સૂર્યવંશી, સંગ્રામ ભાલેરાવ અને એસીપી સત્ય પણ સામેલ છે. તેઓ સાથે મળીને ર્નિદય ઝફર હાફિઝ ઉર્ફે ડેન્જર લંકાનો સામનો કરશે, જે પોતાના લોભ અને મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. અજય દેવગણે કહ્યું, “મારા પાત્ર સિંઘમને પ્રેક્ષકો તરફથી જે પ્રેમ અને પ્રશંસા મળી છે તેણે તેને એક આઇકોનિક રોલ બનાવ્યો છે. સિંઘમ અગેઇન પર પાછા આવવું એ મારા માટે ઘર વાપસી જેવું લાગે છે. હું દર્શકોનો તેમના સતત સમર્થન અને પ્રેમ માટે આભારી છું. તેમના માટે ખૂબ જ આભારી, હવે સિંઘમ અગેઇન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવા જઈ રહ્યું છે, જેનાથી વિશ્વભરના દર્શકો આ રોમાંચક પ્રકરણનો અનુભવ કરી શકશે.”

Follow Me:

Related Posts