fbpx
રાષ્ટ્રીય

AICPIના આંકડા સામે આવ્યા, તગડો ઉછાળો થયો

કેન્દ્રીય કર્મચારીઓના ઈન્તેજારની ઘડીઓનો અંત આવી ગયો છે. જુલાઈ ૨૦૨૪થી લાગૂ થનારું મોંઘવારી ભથ્થા(ડ્ઢછ) કન્ફર્મ થઈ ગયું છે. છૈંઝ્રઁૈં ઈન્ડેક્સના જૂન ૨૦૨૪ના આંકડા બહાર પડી ગયા છે. જેમાં તગડો ઉછાળો જાેવા મળ્યો છે. સાતમા પગાર પંચ હેઠળ પગાર લેતા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને તેનો સીધો ફાયદો થશે. જાન્યુઆરી ૨૦૨૪થી મોંઘવારી ભથ્થું ૫૦ ટકા મળી રહ્યું છે. પરંતુ તેને શૂન્ય કરવામાં આવ્યું નથી. જુલાઈથી આગળ પણ મોંઘવારી ભથ્થું એ જ રીતે ગણતરી કરવામાં આવ્યું છે. છૈંઝ્રઁૈં ઈન્ડેક્સમાં ૧.૫ ટકાનો મોટો ઉછાળો આવ્યો છે.

જેનાથી મોંઘવારી ભથ્થાના સ્કોરમાં પણ ઉછાળો જાેવા મળ્યો છે. જાન્યુઆરીથી જૂન ૨૦૨૪ વચ્ચે આવેલા છૈંઝ્રઁૈં-ૈંઉ ઈન્ડેક્સના નંબર્સથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ ૨૦૨૪થી કર્મચારીઓને કેટલું મોંઘવારી ભથ્થું મળશે. ફાઈનલ નંબર્સ બહાર પડી ચૂક્યા છે. જૂન છૈંઝ્રઁૈં ઈન્ડેક્સમાં ૧.૫ અંકનો ઉછાળો જાેવા મળ્યો છે. મેમાં તે ૧૩૯.૯ અંક પર હતો. જે હવે વધીને ૧૪૧.૪ પર પહોંચી ગયો છે. જાે કે મોંઘવારી ભથ્થાનો સ્કોર ૫૩.૩૬ થઈ ગયો છે. તેનો અર્થ એ થયો કે આ વખતે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થશે.

જાન્યુઆરીમાં ઈન્ડેક્સનો નંબર ૧૩૮.૯ અંક પર હતો જેનાથી મોંઘવારી ભથ્થું વધીને ૫૦.૮૪ ટકા થઈ ગયું હતું. જૂન ૨૦૨૪માં વાર્ષિક આધાર પર ફુગાવામાં ઘટાડો જાેવા મળ્યો છે. જૂન ૨૦૨૩માં ૫.૫૭% ની સરખામણીએ જૂન ૨૦૨૪માં મોંઘવારી દર ૩.૬૭% રહ્યો. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં થાય છે. પરંતુ તેને જુલાઈ ૨૦૨૪થી જ લાગૂ કરાશે. વચ્ચેના મહિનાની ચૂકવણી એરિયર તરીકે થશે. સાતમાં પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાન્યુઆરીથી જૂન ૨૦૨૪ સુધીના છૈંઝ્રઁૈં આંકડા મોંઘવારી ભથ્થું નક્કી કરશે. મોંઘવારી ભથ્થું ૫૩.૩૬ ટકા સુધી પહોંચી ચૂક્યું છે. સ્થિતિ સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થું ૫૩ ટકા થવા જઈ રહ્યું છે. કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો થશે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલુ રહેશે. તેને લઈને કોઈ નિયમ નક્કી નથી. ગત વખતે જ્યારે બેઝ યરમાં ફેરફાર કરાયો હતો ત્યારે આવું થયું હતું. હવે બેઝ યર બદલવાની હાલ તો કોઈ જરૂર નથી અને આવી ભલામણ પણ નથી. આથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આગળની ગણતરી ૫૦ ટકાથી આગળ થતી રહેશે.

Follow Me:

Related Posts