અમરેલી

અમરેલી-લાઠી રોડ પરથી પસાર થતાં તમામ ભારે – મોટા વાહનોએ વૈકલ્પિક રુટ પરથી પસાર થવું

અમરેલી શહેરમાં લાઠી રોડ રેલવે ફાટક (લેવલ ક્રોસિંગ ગેટ નંબર-૧૯) (એલ.સી.નં.૧૯) ને નવો બી.જી. ટ્રેક વધારવાના કામ અન્વયે રોડ અને રેલવે લાઈનના ગેજ કન્વર્ઝન કામ માટે રેલવે ફાટક કામચલાઉ બંધ કરવાનું છે, આ કામગીરી આશરે ૪૫ દિવસમાં પૂર્ણ થશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમરેલી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.અમરેલી-લાઠી રોડ પર રેલવે વિભાગ દ્વારા ફાટકની બાજુમાં ૧૦ ફૂટ પહોળું ડાયવર્ઝન રુટ તૈયાર કરવામાં આવ્યો છે, તેના પરથી ટુ-વ્હીલર,  થ્રી-વ્હીલર તથા નાની ફોર વ્હીલર પસાર થઈ શકે તેમ છે.ટ્રાફિકના સુચારું નિયમન માટે અને જાહેર જનતાને અગવડતા ન પડે તે માટે ફોર વ્હીલથી મોટા (ભારે) વાહનોએ વાહનોનું ટ્રાફિક ડાયવર્ટ રુટને અનુસરવો.

મોટા ભારે વાહનોએ વૈકલ્પિક રુટ (૦૧) લાઠી રોડ બાયપાસ ચોકડીથી અમરેલી શહેરમાં લાઠી રોડ ઉપરથી પસાર થતા મોટા ભારે વાહનો વીર હમીરસિંહજી ગોહિલ સર્કલ થઈ નાના માચિયાળા બાયપાસ ચોકડીથી ચિતલ રોડ તરફથી અમરેલી શહેરમાં પસાર થવું.વૈકલ્પિક રુટ (૦૨) સાવરકુંડલા બાયપાસ ચોકડીથી તથા કુંકાવાવ જકાતનાકા બાયપાસ ચોકડીથી અમરેલી શહેરમાં પ્રવેશી લાઠી રોડ ઉપરથી પસાર થતાં મોટા ભારે વાહનો સરદાર સર્કલથી ચિતલ રોડ પરથી પસાર થવું. આ જાહેરનામું તા.૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ અંતર્ગત શિક્ષાપાત્ર રહેશે.

Related Posts