માન. શ્રી પી.બી.પંડ્યા સાહેબ શ્રી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સાહેબ, અમરેલી
જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી ભીખાભાઇ ધોરાજીયા, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જિલ્લા કાર્યવાહ શ્રી સૌરભભાઈ
મકવાણા,અમરેલી DIET પ્રાચાર્ય શ્રી નિલેશભાઈ ચાપાનેરી, અમરેલી DPEO શ્રી કે.વી.મિયાણી,અમરેલી જિલ્લા SC-
ST યુનિયનના પ્રમુખ શ્રી રજનીભાઇ મકવાણા,ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નો પરિચય જિલ્લા અધ્યક્ષ
વિજયભાઈ મકવાણા એ આપ્યો હતો.
ત્યાર બાદ તમામ મેહમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમને અનુરૂપ આપણા કાર્યક્રમના મુખ્ય મેહમાન
શ્રી અતુલભાઈ કાનાણી દ્વારા રાષ્ટ્ર્ર નિર્માણ મા આપણા સૌની ભૂમિકા મહત્વની છે. ખાસ કરીને શિક્ષક સમાની
જબાબદારી સૌથી વધારે છે.સ્વચ્છતા વિષય પર આવનારા સમમા ખુબ કામ કરવાની જરૂરિયાત છે એવી હાંકલ કરી હતી.
રાષ્ટ્ર્ર નિર્માણમા તમામ લોકોએ જોડાવું જોઈયે એવુ વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યાર બાદ કાર્યક્રમના મુખ્ય વક્તા RSS
જિલ્લા કાર્યવાહ શ્રી સૌરભભાઈ મકવાણા દ્વારા ગુરુકુળ પરંપરા નુ મહત્વ સમજાવી મેકોલે પેહલાના શિક્ષણ પ્રણાલી
વિશે અને પછીની શિક્ષણ પ્રણાલીની વાત કરેલ. નાગરિક શિષ્ટાચાર અને સાંપ્રત પ્રવાહમા શિક્ષક અને સમાજની ભૂમિકા
વિશે સુંદર વક્તવ્ય આપેલું.આજના કાર્યક્રમમા મુખ્ય અતિથિ વિશેષ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી પી.બી. પંડ્યાજી
દ્વારા અમદાવામા બનેલી શાળાની ગુનાહિત પ્રવુતિની ઘટનાની વાત કરી હતી અને એમાં શાળા, શિક્ષક અને સમાજની
ભૂમિકા અસરકારકતા વધારવી પડશે.શ્રમદાન વિશેનો કન્સેપટની વાત કરી. શિક્ષકો, બાળકો અને સમાજ સ્વચ્છતાના
આગ્રહી હોવા જોઈએ.વિદેશીઓના ભારત પરના આક્રમણો કર્યા બાદ ભારત ફરીથી બેઠું થઇ જતું હતું. આ ઘટના વારંવાર
બનતા તેમને અવલોકન કર્યું કે ભારતની શિક્ષણ પ્રણાલી, સંસ્કારો, અને ચારિત્ર બાબતે ઉત્તમ હોવાના કારણે ભારત હંમેશા
બધીજ મુસીબતો સામે લડીને જીતી જાય છે.માતાપિતા પછી ગુરુનુ મહત્વ બાળકો ના ઘડતર મા યોગદાન રહેલું
છે.ત્યારબાદ પાંચ સંકલ્પ લેવામાં આવેલ. પછી સામુહિક રાષ્ટ્રગીત કરી કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો. જેમાં આચાર્ય
સંવર્ગ અમરેલી જિલ્લા મહામંત્રી શ્રી મનીષભાઈ અગ્રાવત, વિજયભાઈ મકવાણા, આશિષભાઇ ચૌહાણ, રજનીભાઇ
મકવાણા, સુરેશભાઈ ટાંક, દિલીપભાઈ વીરડીયા અને અમરેલી જિલ્લા અને તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહસંઘ ની યાદી મા
જણાવેલ છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમરેલી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મારી શાળા મારું સ્વાભિમાન BRCભવન અમરેલી ખાતે યોજવામાં આવેલ.


















Recent Comments