fbpx
ગુજરાત

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી વધશે તેવી અંબાલાલ પટેલની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. તેમજ આગામી ૭૨ કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં ઠંડી વધારે પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ૧૭ ડિસેમ્બર બાદ મહત્તમ તાપમાન વધ તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ૩૦ -૩૧ ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ સુરતના ભાગોમાં મહત્તમ તાપમાન વધી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન વધે તેવી આગાહી કરી છે. ૧૬ થી ૨૨ ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. ૨૩ ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts