અમરેલી

અમરેલી જિલ્લા  નાં રાજુલા અને જાફરાબાદ  તાલુકાઓ માં ખેડૂતો અને માછીમારોના  “દેવા માફ “ માટે  પ્રતિક ધરણા કરતી અમરેલી જિલ્લા કોંગ્રેસ

તાજેતર માં કમોસમી વરસાદ (માવઠા) થી અમરેલી જિલ્લા માં ખેડૂતો ને થયેલ વ્યાપક નુકશાન સામે વળતર નહી પરંતુ ખેડૂતો ના દેવા માફ કરવા માટે તા. ૦૫/૧૧/૨૦૨૫  થી “ ખેડૂતો તથા માછીમારો  દેવા માફ માટે  ધરણા  ના મંડાણ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે આજ રોજ રાજુલા અને જાફરાબાદ  તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ખેડૂતોની  માંગણી અને લાગણી મુજબ “ખેડૂતો નાં દેવા માફ” માટે પ્રતિક  ધરણા કરવામાં આવેલ હતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ વિરોધ પક્ષ નેતા તથા  પ્રતાપભાઈ દુધાત પ્રમુખશ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા-લીલીયા તથા વલ્કોંલભભાઈ જીંજવાડિયા  અગ્રણી, અશોકભાઈ ચાવડા સંદીપભાઈ ધાનાણી ,ટીકુભાઇ વરું , ડાંગાભાઈ હડીયા જે.ડી કાછડ, શાંતિભાઈ રાણવા નરેશભાઈ અધ્યારૂ રફીકભાઈ મોગલ,  મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેઓની માંગણી મુજબ  રાજુલા  અને જાફરાબાદ  તાલુકા નાં અસરગ્રસ્ત ખેડૂતો ને સહાય નહી. પરંતુ ખેડૂતો નાં દેવા માફ કરવામાં આવે  અને ખેડૂતો ને તેમનો હક્ક મળે તે માટે ભાજપ સરકાર ને જગાડવાનું કામ હાથ ધરવામાં આવેલ  અને આ મહાનુભાવો દ્વારા ખેડૂતોનાં પ્રાણ પ્રશ્નો  સાંભળવામાં આવેલ તેમજ ખેતી સાથે જોડાયેલ અન્નદાતા અને જગત ના તાત ની આજે જે મનોદશા છે તેમને વાચા આપવવા આ લડાઈ કોંગ્રેસ લડી રહ્યું છે. તેમાં આ બન્ને તાલુકા નાં ખેડૂતો સયંભૂ જોડાયેલ  ત્યારે મહાનુભાવો તેમના પ્રવચનો માં જણાવેલ હતું કે કોંગ્રેસ હમેશા દરેક વર્ગ ની સાથે છે અને ખંભે ખંભા મિલાવીને ન્યાય આપવવામાં કયારેય પાછી પાની નહી કરે, ત્યારે રાજુલા અને જાફરાબાદ  તાલુકા માંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં આવેલ હતા અને કાર્યકર્તાઓ  તાલુકા ભરના ખેડૂતો આવ્યા હતા ભાયાભાઈ ગુજર, બી.કે સોળિયા ,રમેશભાઈ , દીપકભાઈ ત્વરિવેદી, વિઠલભાઈ સોલંકી, યશવંતભાઈ બારીયા યુસુફભાઈ દરબાર, ઘનશ્ગેયામભાઈ શેખડા, જગદીશભાઈ પડસાલા, અનકભાઈ સાખડ  નાથાભાઈ પરમાર, જયરાજભાઈ બોરીચા, આલકુંભાઈ વરુ હરેશભાઈ કોટીલા નરેન્રેદ્રભાઈ વરુ, ઘનશ્યામભાઈ ભાલાળા, જયરાજભાઈ રાઠોડ, રવિભાઈ ધાખડા, રજાકભાઈ, વગેરે  કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા
આમ તા. ૦૫/૧૧/૨૦૨૫  થી અમરેલી જિલ્લા માં “ખેતી બચાવો સત્યાગ્રહ “ ના મંડાણ કરવામાં આવેલ છે અને અમરેલી જિલ્લા નાં દરેક તાલુકાઓ માં કાર્યકમ અને ધરણા  અમરેલી જિલ્લા કોંગ્રેસ તેમજ દરેક તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ ની અખબારી યાદી માં જણાવેલ છે

Related Posts