અમરેલી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ યુનિયન બજેટ વર્ષ ૨૦૨૫–૨૬ને આવકારતા અમરેલીના પૂર્વે સાંસદ નારણભાઈ કાછડીયા

પૂર્વ સાંસદે સર્વાંગી વિકાસલક્ષી બજેટ બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી શ્રીમતિ નિર્મલા સિતારમણનો આભાર વ્યક્ત કર્યોતારીખ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ લોકસભા ગૃહમાં કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરવામાં આવેલ યુનિયન બજેટ વર્ષે ૨૦૨૫-૨૬ ને અમરેલીના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને બજેટને સવૉગી વિકાસલક્ષી બજેટ ગણાવ્યુ છે. તેમજ બજેટ બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતિ નિર્મલા સિતારમણનો આભાર વ્યકત કરેલ છે.

પૂર્વ સાંસદશ્રીએ બજેટના મુખ્યાંશ અંગે માહિતી આપતા જણાવેલ છે કે, આ બજેટમાં સરકાર દ્વારા GYAN ઉપર વધુ ધ્યાન આપાવમાં આવ્યુ છે. GYAN એટલે ગરીબ, યુવાન, અન્તદાતા અને નારી શકિત. સાથોસાથ સરકાર દ્વારા વિકાસમાં ઝડપ લાવવી, ખાનગી ક્ષેત્રોનું રોકાણ, સમાવેશી વિકાસ, ઘરેલુ ભાવનાઓનું ઉત્થાન અને મધ્યમવર્ગની ખરીદ શકિત વધારવી જેવી બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવાનો પ્રયાસ કરેલ છે.

ઉપરાંત બજેટમાં કેન્સર જેવી ગંભીર બિમારીઓની ૩૬ જેટલી દવાઓને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. કિસાન ક્રેડીટ કાર્ડની લીમીટ ૩ લાખ માંથી વધારી પાંચ લાખ કરવામાં આવી છે. નાના ઉદ્યમીઓ માટે વિશેષ ક્રેડીટ કાર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ વર્ષે ૧૦ લાખ કાડૅ ઈશ્યુ કરવામાં આવશે. તેમજ સ્ટાર્ટઅપ લોન ૧૦ કરોડથી વધારી ૨૦ કરોડ કરવામાં આવી છે. તમામ સરકારી શાળાઓમાં બ્રોડબેન્ડ કનેકટીવીટી વિના મૂલ્યે આપવાનું તેમજ પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાનું પણ એલાન કરવામાં આવ્યુ છે જેનાથી કરોડો ખેડૂતોને તેનાથી મદદ મળશે. ખાસ કરીને મધ્યમ વર્ગ માટે આ બજેટમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં ૧૨ લાખ રૂપીયાની આવક ઉપર ઈન્કમટેકસ નહી લગાડવાનો નિર્ણય ખૂબ જ સરાહનીય છે.

અંતે પૂર્વે સાંસદશ્રીએ આ બજેટથી નિવેશ, બચત, ઉ૫ભોગ અને વિકાસ વધશે તેમ જણાવી સર્વાંગી કેન્દ્રીય બજેટ રજૂ કરવા બદલ પુનઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતિ નિર્મલા સિતારમણનો આભાર વ્યક્ત કરેલ છે.

Related Posts