અમરેલી

અમરેલી શહેરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા વાહન સહિત કુલકિં.રૂ.૫૯,૫૫૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂની બદી દુર કરવા પ્રોહીબિશનના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્‍લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે અમરેલી, સંકુલ રોડ, સંસ્કાર એપાર્ટમેન્ટમાં રેઇડ દરમ્યાન એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, વાહન સહિતનો મુદ્દામાલ સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ- નિલેશભાઇ વિનોદભાઇ પંચાલ, ઉ.વ.૪૭, રહે.અમરેલી, સંકુલ રોડ, સંસ્કાર
એપાર્ટમેન્ટ, બી – બીંગ, તા.જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ – ૨ કિં.રૂ.૩૬૦/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની મેજીક મુમેન્ટ વોટકાની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ -૨ કિં.રૂ.૧,૬૦૦/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૧ લીટરની બોટલ નંગ-૩, કિં.રૂા.૫,૭૦૦/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૨ લીટરની બોટલ નંગ-૩ કિ.રૂ.૫,૮૫૦/- તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની બેગપાઇપર વ્હીસ્કીની બોટલ નંગ-૮ જેની કી.રૂા.૫,૦૪૦/- મળી કુલ બોટલ નંગ – ૧૮ કિં.રૂ.૧૮,૫૫૦/- તથા એક કીપેઇડ મોબાઇલ કિં.રૂ.૧,૦૦૦/- તથા એક એકસેસ મોટર સાયકલ રજી. નંબર જી.જે.૨૭. જે. ૯૭૮૬ કિં.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫૯,૫૫૦/- નો મુદામાલ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી.એમ. કોલાદરા તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ, રાહુલભાઇ ચાવડા તથા હેડ કોન્‍સ. મહેશભાઇ મુંઘવા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts