ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ
તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને
માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ
સ્ટેશન ગુ.ર.નં.૦૫૧/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૫૪
મુજબના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને
બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે રાજુલા ટાાઉનમાંથી પકડી પાડવામાં
આવેલ છે.
પકડાયેલ આરોપીઃ –
રોહીત ઉર્ફે પાગો ધીરૂભાઇ માળી, ઉ.વ.૨૩, રહે.રાજુલા, તત્વજયોતિ વિસ્તાર,
તા.રાજુલા, જિ.અમરેલી.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા
એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્સ. ગોકુળભાઇ કળોતરા, જનકભાઇ
હિમાસીયા, લીલેશભાઇ બાબરીયા તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, રવિરાજભાઇ
વરૂ, મહેશભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments