પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત
રાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૦૫/૦૫/૨૦૨૫ થી તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી
નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય,
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન
ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી. એમ. કોલાદરા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલા પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૫૦૦૮૬/૨૦૨૫, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૮૧,
૯૮(૨) મુજબના કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતો
હોય, તેમજ મજકુર આરોપીનું નામ.કોર્ટમાંથી બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબનું
વોરંટ ઇસ્યુ થયેલ હોય, મજકુર આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત
આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી
આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
રવિભાઇ ઉર્ફે રવિરાજભાઇ બદરૂભાઇ વાળા, ઉ.વ.૨૩, રહે.માલસીકા, તા.ધારી,
જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી
વી.એમ.કોલાદરા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. જાહીદભાઇ
મકરાણી, કુલદીપભાઇ દેવભડીંગજી, હરેશભાઇ કુવારદાસ તથા પો.કોન્સ. ભાવિનગીરી
ગૌસ્વામી, શિવરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments