જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા,વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિ
અમરેલી તા.૧૬ મે, ૨૦૨૫ (શુક્રવાર) ભારત દેશના જાંબાજ જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત હાલની અને ભવિષ્યની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને સૈનિકો તથા નાગરિકો માટે રક્તની જરુરિયાતને ધ્યાનમાં રાખી અમરેલી જિલ્લા પંચાયત ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહા રક્તદાન કેમ્પમાં, જિલ્લા પંચાયત પ્રમખ અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિની ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા સહિત અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ સહિતનાઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. મહા રક્તદાન કેમ્પમાં ૧૧૫ યુનિટ બ્લડ કલેક્શન થયું હતું.
મહા રક્ત દાન કેમ્પમાં, જિલ્લાની સારહી યુથ ક્લબ, લાયન્સ ક્લબ રોયલ, રોટરી ક્લબ, બજરંગ દળ, વેપારી મહામંડળ, વિવિધ જ્ઞાતિ મંડળો સહિતની સંસ્થાઓએ સહયોગી તરીકે પોતાની સેવાઓ પૂરી પાડી હતી.
અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજિત આ મહા રક્તદાન કેમ્પમાં જિલ્લાના વિવિધ અધિકારી શ્રી, કર્મચારીશ્રીઓએ અને અમરેલીના રક્ત દાતાઓએ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો.
Recent Comments