ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ધારી પોલીસ સ્ટેશન
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૧૮૨૬૦૧૧૫/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ
૧૩૭(૨), ૮૭ તથા પોકસો એકેટ કલમ ૧૮ મુજબના ગુનામાં પોતાની કાયદેસરની
ધરપકડ ટાળવા માટે છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને બાતમી
હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ
ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ –
રોહીતભાઇ મહેશભાઇ ચૌહાણ, ઉ.વ.૨૩, રહે.જુનાગઢ, બીલખા રોડ, રાજીવનગર,
તા.જિ.જુનાગઢ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા હેડ કોન્સ. રાઘવેન્દ્રભાઇ ધાધલ,
જાહીદભાઇ મકરાણી તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, અશોકભાઇ સોલંકી દ્વારા
કરવામાં આવેલ છે.

















Recent Comments