મહા શિવરાત્રી પર્વ નીમીતે જૂનાગઢ ગીરનાર ક્ષેત્રના અધિપતિ શ્રી ભવનાથ મહાદેવ મંદિરે ભક્તિભાવથી દર્શન અને અભિષેક કરવાનો લાહવો મળ્યો હતો અને જેમાં તેઓએ ભવનાથ મહાદેવના પાવન આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
શ્રી ભવનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ પૂજા-અર્ચના અને અભિષેક વિધિની ભાવભીના વાતાવરણમાં પૂર્ણાહૂતિ કરવામાં આવી. ગિરનારના પવિત્ર ધ્યેયસ્થળે ભક્તમંડળી ભક્તિભાવથી જોડાઈ, અને હર-હર મહાદેવના જયઘોષ સાથે શ્રદ્ધાનો સમરસ અનુભવ કર્યો.
આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરીયા, ભેસાણ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સોજીત્રા, તેમજ આશ્રમના અગ્રણી સેવક શ્રી ચિરાગભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા અને ભવનાથ મહાદેવના આશીર્વાદ સાથે સર્વ સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરવામાં આવી.
Recent Comments