અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા ૧૧ માર્ચે પાલિકા ભવન અને ૧૮ માર્ચે જેસીંગપરામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી યોજનાઓના લાભો સામાન્ય નાગરિકોને સરળતાથી અને તેમના નિવાસ સ્થાને નજીકમાં જ મળી રહે તેવા હેતુથી રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અન્વયે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી પ્રાપ્ત થઈ શકે તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે.

આ કાર્યક્રમનું પ્રથમ આયોજન તા. ૧૧.૦૩.૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી બપોરે ૦૨:૦૦ કલાક સુધી અમરેલી નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવશે.

તેમજ બીજું આયોજન તા. ૧૮.૦૩.૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી બપોરે ૦૨:૦૦ કલાક સુધી જેસીંગપરા પટેલવાડી, શિવાજી ચોક ખાતે કરવામાં આવ્યું છે.

આ સેવાસેતુ કાર્યક્રમમાં અમરેલી શહેરના તમામ વોર્ડના નાગરિકો અને લાભાર્થીઓને વિવિધ સરકારી સેવાઓ, અરજીઓ તથા યોજનાઓ સંબંધિત માર્ગદર્શન અને લાભ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીએ શહેરના તમામ નાગરિકોને સેવાસેતુ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.

Related Posts