fbpx
અમરેલી

અમરેલી- લાલાવદર-લીલીયા – ક્રાંકચ ફોર લેન રોડ રૂ.૨૩ કરોડના ખર્ચે મંજૂર કરાયો આગામી દિવસોમા આ કામ શરૂ કરવામાં આવશે

પોતાના જન્મ દિવસ નિમિત્તે આ રોડ બાબતે સત્વરે સરકારમાંથી મંજુર કરાવી અને આ રોડ નું કામ સત્વરે શરૂ કરવા માટે નાયબ મુખ્ય દંડક અને કર્તવ્યમ ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને રજુઆત કરતા આ રોડ ને મંજૂરી આપવામાં આવેલ. અમરેલી- લાલાવદર – લીલીયા – કાક્રચ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો .અને આ માર્ગનો ઉપયોગ અમરેલીથી લીલીયા તાલુકા તરફ જવા માટે થાય છે. તેમજ આ માર્ગ પર દાદા ભગવાન ત્રી મંદિર , ખેડૂત તાલીમ ભવન થતા સૂચિત જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ લાલાવદર ગામ પાસે નવનિર્મિત થનાર હોય આ માર્ગ ને ફોર લેન કરવો અતિ આવશ્યક હોય આ બાબતની રજૂઆત શ્રી વેકરીયાએ માન. મુખ્યમંત્રીશ્રીને કરતા રૂપિયા ૨૩કરોડના ખર્ચે અમરેલી શહેરથી ૨.૫ કિમી (સીસી ટ્રીમિક્ષ) અને ત્યારબાદના ૪.૫ કિમી ડામર ફોર લેન રસ્તો ફોર લેન મંજૂર કર્યો છે. આ માર્ગ ફોર લેન થતાં અમરેલી શહેરના તેમજ લીલીયા તાલુકાના નાગરિકોને ટ્રાફિકની સમસ્યા થી મુક્તિ મળશે..

અમરેલી વિધાનસભાના યુવા ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયા આ રસ્તાની સાથે સાથે અમરેલી વિધાનસભામાં સમાવિષ્ટ અન્ય વિકાસના કામોથી લોકોની સુખાકારીમાં કેમ વધારો થઈ શકે તેની સતત ચિંતા કરતા આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આ માર્ગ અમરેલી શહેરથી લીલીયા તરફ ૭ કિમી સુધી મંજૂર થયેલ છે . અને આગામી સમયમાં લીલીયા સુધી લંબાવવામાં આવશે તેમજ મંજૂર થયેલ આ રસ્તાની ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે ધારાસભ્યશ્રી અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા કટિબદ્ધ છે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/