ગુજરાત

રાજ્યમા HMPV વાયરસના કેસોમાં વધારો જાેવા મળ્યો, અમદાવાદના ૯ મહિનાનો બાળક પોઝિટિવ

અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા ૯ મહિનાના બાળકને ૐસ્ઁફ વાયરસ પોઝિટિવ આવ્યો. રાજ્યમાં ૐસ્ઁફ વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા ૯ મહિનાના બાળકને ૐસ્ઁફ વાયરસ થયો છે. બાળકને શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં ૬ જાન્યુઆરીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ૯ જાન્યુઆરીએ બાળકનો ૐસ્ઁફ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજ્યમાં ૐસ્ઁફ વાયરસના કુલ કેસોની સંખ્યા ત્રણ થઈ છે. અગાઉ અમદાવાદમાં જ બે અન્ય કેસ નોંધાયા હતા. આ વાયરસને કારણે બાળકોમાં શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જાેવા મળે છે. આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને બાળકોને ઠંડીથી બચાવવાની સલાહ આપી છે. જાે કોઈ બાળકને શરદી, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવો જાેઈએ.

Related Posts