અમરેલી

સાવરકુંડલા શહેરનો બનવા જઈ રહેલા આઈકોનિક  મહુવા રોડ ખાતે સોનાની થાળીમાં લોઢાની મેખ.. 

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા થી એચડીએફસી બેંક સુધીના જાહેર માર્ગ અવારનવાર ગટર ભરાવાને કારણે વેપારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આમ ખુલ્લે આમ ગટરના ગંદા પાણી જાહેર રોડ પર વહેતા હોય લોકોના આરોગ્ય માટે પણ જોખમકારક છે. અને આ સ્થિતિ લગભગ એક મહિનાથી જોવા મળે છે. આ ઓવરફ્લો ગટર સમસ્યાથી લગભગ ૫૦  જેટલા વેપારીઓ ભારે પરેશાન છે. આ સંદર્ભે વારંવાર પ્રમુખશ્રી, ચીફ સાહેબશ્રી, નગરપાલિકા સદસ્યશ્રી, નગરપાલિકા ફરિયાદ નિવારણ નંબર પર તથા ઓનલાઈન ઈ નગર પર ફરિયાદ કરીને જાણ કરેલ છે, છતાં હજુ સુધી સમસ્યાનું નિરાકરણ આવેલ નથી, થોડીવાર નગરપાલિકાનું બ્રાઉઝર આવે છે, પાણી નાખીને ચાલ્યા જાય છે, એક વખત હજારો રૂપિયાના કામ કરાવીને પણ જોયેલ પણ હજુ સુધી ફરિયાદનુ નિવારણ આવેલ નથી, તો આ સંદર્ભે નગરપાલિકા તંત્રે  આવા ખોટા ખર્ચાઓ કરીને પણ જો સંતોષકારક પરિણામ પ્રાપ્ત ન થતું હોય તો  લાયક અને આ વિષય સંદર્ભના નિષ્ણાંત કર્મચારીઓને સાથે રાખીને લોકોને આવી સમસ્યાઓથી બચાવી આ ગટરથી ઉભરાતા ગંદા પાણીથી મુક્તિ મળે એ જ વિકલ્પ હોય શકે. .એક તરફ સાવરકુંડલા શહેરમાં શહેરની શાન સમા ગુજરાતી સાહિત્ય પરિષદનો કાર્યક્રમ ચાલે છે અને સમાંતર આ ગટરના વહેતા ગંદા પાણી શહેરને શરમજનક સ્થિતિમાં મૂકે છે.


Related Posts