ગુજરાત

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સારડિયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે ૪૫ કિમી) માટે રૂ. ૧,૧૨,૫૦,૦૦૦/- નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણની મંજૂરી

ગુજરાતના દૂરના વિસ્તારોને જાેડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સારડિયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે ૪૫ કિમી) માટે રૂ. ૧,૧૨,૫૦,૦૦૦/-નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણ (હ્લન્જી) કાર્યને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
સારડિયા- વાંસજાળીયા નવી લાઇનનો આ નવો પ્રોજેક્ટ નીચેના લાભો પ્રદાન કરશે:
? ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના દૂરના વિસ્તારોના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે.
? સોમનાથ – દ્વારકા – ઓખા – પોરબંદરને જાેડતો વધારાનો અને ટૂંકો માર્ગ.
? ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા યાત્રાધામો માટે વધારાનો માર્ગ.
? ભારતીય રેલવેના સિદ્ધાંતો અનુસાર સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવા માટે.

Related Posts