મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારમાં આગના કારણે લગભગ ૧૦૦ વેરહાઉસ બળીને રાખ

મહારાષ્ટ્રના મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારમાં લગભગ ૧૦૦ વેરહાઉસ બળીને રાખ થઈ ગયા છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ૩૦ ગાડીઓ અને ૫ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે અને આસપાસની તમામ દુકાનોને ખાલી કરાવી રહી છે.
આગ ના બનાવના કારણે ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર લાકડા, રબર, કેમિકલ અને કપડાના વેરહાઉસમાં આગ લાગી હતી, જેના કારણે આ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. સાંકડી શેરીઓના કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. જાેકે, સમયસર આસપાસની દુકાનો અને વેરહાઉસ ખાલી કરાવવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે જણાવ્યું કે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જાે કે આગના કારણે થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
આ ઘટના બાબતે પોલીસ અને ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે કે પછી કોઈ ષડયંત્રનું પરિણામ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આગનું કારણ અને નુકસાનનું સંપૂર્ણ આકલન અકસ્માતની તપાસ બાદ કરવામાં આવશે.
Recent Comments