બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી ગૃહજીવનમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

હું બોલિવૂડમાં પાછા જવા માંગતી ન હતી, તેથી મેં ૨૩ વર્ષ પહેલાં બોલિવૂડ છોડી દીધું હતુંબોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ પ્રયાગરાજ મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવી અને નિવૃત્તિની જાહેરાત કરી. તેમને કિન્નર અખાડાની મહિલા પાંખમાં મહામંડલેશ્વરનું પદ અને નવું નામ યમાઈ મમતા નંદ ગિરી આપવામાં આવ્યું હતું.
મમતા કુલકર્ણીએ કહ્યું કે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠી મારી ૨૩ વર્ષની તપશ્ચર્યાને સમજી ગયા અને સ્વામી મહેન્દ્રાનંદ ગિરી મહારાજે મારી પરીક્ષા લીધી જેમાં હું પાસ થઈ. મને ખબર નહોતી કે, છેલ્લા ત્રણ દિવસથી મારી કસોટી લેવાઇ રહી છે. ગઈકાલે જ મને મહામંડલેશ્વર બનાવવાનું આમંત્રણ મળ્યું. કુલકર્ણીએ કહ્યું, ‘હું મધ્યમાર્ગી હોવાથી કિન્નર અખાડામાં જાેડાઇ. હું બોલિવૂડમાં પાછા જવા માંગતી ન હતી, તેથી મેં ૨૩ વર્ષ પહેલાં બોલિવૂડ છોડી દીધું હતું. હવે હું સ્વતંત્ર રીતે મધ્યમ માર્ગ અપનાવીને સનાતન ધર્મનો પ્રચાર કરીશ. હું ૧૨ વર્ષ પહેલા અહીં મહાકુંભ મેળામાં આવી હતી.
મમતા કુલકર્ણીએ કહ્યું કે, સ્વામી મહેન્દ્રનાદ ગિરી, ઈન્દ્ર ભારતી મહારાજ અને અન્ય એક મહારાજ બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં મારી સમક્ષ પ્રગટ થયા. મારા મનમાં કહ્યું કે, જાે તમે ૨૩ વર્ષ તપસ્યા કરી છે તો તેનું પ્રમાણપત્ર (મહામંડલેશ્વરનું પદ) ચોક્કસ બને છે. પોતાની ફિલ્મી સફર અંગે તેણે કહ્યું, “મેં ૪૦-૫૦ ફિલ્મોમાં અભિનય કર્યો અને જ્યારે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી ત્યારે મારા હાથમાં ૨૫ ફિલ્મો હતી. મેં કોઈ મુસીબતને લીધે સન્યાસ નથી લીધો, પણ શાસ્વત સુખનો અનુભવ કરવા માટે સન્યાસ લીધો છે”.
Recent Comments