ભાવનગર

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત શિહોર આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે સેમિનાર યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા તારીખ ૨૫ નવેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર-૨૦૨૪ સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત આઈ.સી.ડી.એસ. કચેરી, શિહોર ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી  દ્વારા તા.૨૮/૧૧/૨૦૨૪ના રોજ આઇ.સી.ડી.એસ કચેરી શિહોર ખાતે આંગણવાડી કાર્યકર બહેનોની ઉપસ્થિતિમાં કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં આઈ.સી.ડી.એસ.ના સુપરવાઈઝરશ્રી દ્વારા મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી હેતલબેન દવે દ્વારા કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી અટાકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને કચેરીમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા આંતરિક સમિતિની રચના અને સ્થાનિક સમિતિ અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

DHEW યોજનાના મિશન કો-ઓર્ડિનેટર શ્રી સંજયભાઈ ઘાઘરેટીયા દ્વારા મહિલા અને બાળ વિકાસ અંતર્ગતની વિવિધ યોજનાઓ તેમજ બાલિકા પંચાયત વિશેની માહિતી પુરી પાડવામાં આવી હતી. DHEW યોજનાના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી અજયભાઈ ધોપાળ દ્વારા “ગુડ ટચ, બેડ ટચ” તેમજ સાઇબર સેફટી અને મહિલા સ્વાવલંબન યોજના અંગે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતમાં સી.ડી.પી.ઓ.શ્રી માધુરીબેન ડોડીયા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓને થતી જાતીય સતામણી અટાકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ અંગે અંગે ટુંકમાં માહિતી આપી અને મહિલાઓને લગતા અન્ય કાયદાઓ અંગે માહિતી આપી અને હાજર રહેલ મહેમાનો તથા તમામ બહેનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Related Posts