દામનગર ના આંસોદર પ્રાથમિક શાળાનું ગૌરવ તા.૨૯ ૧૨/૨૪ ના રોજ ગાંધીનગર સેક્ટર -૩ સરસ્વતી વિદ્યાલયના આંગણે ભવ્ય સમારંભ યોજાયેલ. જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી જે શાળાઓએ સૌથી વધારે સીંગલયુઝ પ્લાસ્ટિક બોટલો ભેગી કરી તેમાં સીંગલયુઝ પ્લાસ્ટિક ના ઝભલા ભરી વેસ્ટ પ્લાસ્ટિક એકઠું કરેલ તે અંતર્ગત આંસોદર પ્રાથમિક શાળાએ ૧૧.૦૦૦ બોટલો એકઠી કરી રીસાયકલ માટે મોકલેલ જેથી શાળા પરીવારના કાર્યને બૂક ઓફ રેકોર્ડ માં સ્થાન મળતા ગૌરવાન્વિત થયેલ. આ કાર્યક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ રાવલ સાહેબ અને સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ મહેશભાઇ મહેતા સાહેબની વિશેષ હાજરી માં યોજવામાં આવ્યો હતો.મદદનીશ સચિવ પુલકિત જોષી સાહેબ અને અન્ય મહાનુંભાવોના વરદ હસ્તે પ્રોત્સાહન મળેલ છે.મારી શાળા પ્લાસ્ટિક મુકત શાળા અંતર્ગત ૧૧.૦૦૦ બોટલ એકત્ર કરી ને વર્લ્ડ વાઈડ બુક ઑફ રેકોર્ડમાં નામ નોંધાવેલ હતું તેની ભવ્ય સફળતાના ભાગ રૂપે આજે ગાંધીનગર મુકામે વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ નું પ્રમાણપત્ર, શિલ્ડ નો એવોર્ડ પ્રાપ્ત થયો છે જે નું આંસોદર ગૌરવ અનુભવે છે.
આસોદર પ્રાથમિક શાળા ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ નું પ્રમાણપત્ર શિલ્ડ એવોર્ડ એનાયત

Recent Comments