Home Articles posted by CITY WATCH NEWS
રાષ્ટ્રીય
જનતાને સંબોધતા અમિત શાહે કહ્યું કે 14 નવેમ્બરે બપોરે 1 વાગ્યા સુધીમાં લાલુ પ્રસાદ યાદવ અને રાહુલ ગાંધીનો ખેલ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે લાલુ અને રાહુલનો 1 વાગ્યા સુધીમાં સફાયો થઈ જશે.રાજ્યમાં હાલમાં બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. NDA અને અખિલ ભારતીય મહાગઠબંધનના અનેક અગ્રણી નેતાઓ રેલીઓનો ધમધમાટ કરી […]Continue Reading
રાષ્ટ્રીય
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો મતદારોને રિઝવવામાં લાગી ગયા છે, ત્યારે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે મુઝફ્ફરપુરમાં એક જંગી સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજે બિહારના યુવાનો પાસે પોતાના જ રાજ્યમાં કોઈ ભવિષ્ય બચ્યું નથી. બિહારીઓનું […]Continue Reading
ગુજરાત
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે આગામી 2 નવેમ્બરથી લીલી પરિક્રમા યોજાવાની છે, ત્યારે ગિરનાર લીલી પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયો છે. જેને લઈને જિલ્લા વહીવટીતંત્રએ પરિક્રમમાં વૃદ્ધો, બાળકો અને અસ્વસ્થ લોકોને ન આવવા અપીલ કરી […]Continue Reading
અમરેલી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાકને થયેલા ભારે નુકસાનની સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાબડતોબ કાર્યવાહી કરી છે. સ્થિતિની સમીક્ષા અને પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવાની સરકારે હૈયાધારણા આપી છે.  આજે બુધવારે (29 ઓક્ટોબર) મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગેના સર્વેને આખરે મંજૂરી આપવામાં આવી છે. Continue Reading
ગુજરાત
સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટે તબીબી કારણોસર 6 મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ વખતે, આસારામની સાથે ત્રણ પોલીસ કર્મચારીઓ રાખવાની શરત દૂર કરાઈ છે, જેથી હવે જામીન દરમિયાન આસારામ સાથે પોલીસ રહેશે નહીં. જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિવાદ ટાળી શાંતિ સમજૂતી કરાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે, બંને દેશોને શાંત પાળવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હસ્તક્ષેપ કરી ચુક્યા છે, એટલું જ નહીં તૂર્કેઈ અને કતાર પણ અફઘાનિસ્તાન-પાકિસ્તાનને સમજાવી ચુક્યા છે, છતાં બંને દેશોએ એક બીજાને ધમકી આપવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં જ તાલિબાન સરકારે […]Continue Reading
અમરેલી
જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે એક સગીરા સાથે જાતીય સતામણી અને સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો હતો, જેને લઈને પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કેસમાં ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. વિપુલ નાનજીભાઇ બાંભણીયાએ સગીરાને ચુંબન કરતા હોય તેવા ફોટા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં સગીર પાસે લાયસન્સ ન હોવા છતાં બાઈક ચલાવતા હોવાથી વારંવાર અકસ્માતની ઘટના બને છે જેમાં કેરાળા કમીગઢ રોડ ઉપર દસ દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાનું સારવારમાં મોત થયું હતું. જેના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો. મનોજભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.૫૦)એ નટુભાઈ નાનજીભાઈ સોલંકી તથા સગીર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સગીર પાસે […]Continue Reading
અમરેલી
ધારી કૃષિ ઉત્પાદક સંસ્થા (FP)નાં પ્રમુખ ભાવના ગોંડલીયાના નેતૃત્વમાં અમરેલી જિલ્લાના ખેડૂતો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત ખેડૂતો દ્વારા ઉત્પાદિત અને સખી મંડળ દ્વારા બનેલી સ્વદેશી ખાદ્ય ચીજવસ્તુઓનો “સ્વદેશી મોલ” અમરેલી ખાતે શરૂ કરાશે. આ મોલનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે ઉત્પાદિત ખાદ્ય વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના લીધે સર્જાયેલી સ્થિતિના પગલે રાજ્ય ઊર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવાસદન ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યમંત્રીશ્રીએ વિવિધ વિભાગો પાસેથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ મેળવ્યો હતો. દિવસ દરમિયાન તેમણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્થળ પર જઈ અને ખેતીલક્ષી Continue Reading