ગુજરાત

બહિયલ હિંસા કેસ: 61 આરોપીઓ જેલ ભેગા, 5ના રિમાન્ડ મંજૂર; પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા બહિયલ ગામમાં અસામાજિક તત્વો છે જેમણે એક નાનકડી સોશિયલ મીડિયા પોસ્ટને આધારે ગાંધીનગરના બહિયલમાં હિંદુઓના અનેક વાહનોમાં આગચંપી કરી હતી. અનેક દુકાનોમાં તોડફોડ કરી અને મંદિરમાં પણ તોડફોડ કરી તેમજ માના પંડાલને પણ નુકસાન પહોંચાડ્યુ હતુ અને પથ્થરમારો કર્યો હતો. જેને લઇને શુક્રવારે પોલીસ દ્વારા આરોપીઓને ઘટનાસ્થળે લઇ જઇને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી ઘટનાક્રમની વિગતો મેળવીને સમગ્ર દૃશ્યને ફરીથી ઊભું કર્યું હતું. આ રીકન્સ્ટ્રક્શનથી તપાસમાં નવા ખુલાસા થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનમાં પોલીસ પોતે ફરિયાદી બની છે. 

બહિયલમાં ટોળા દ્વારા હુમલાની ઘટના મામલે આજે શુક્રવારે (26 સપ્ટેમ્બર, 2025) 66 આરોપીને દહેગામ કોર્ટમાં રજૂ કરાયા હતા. સમગ્ર કેસ મામલે 61 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. જ્યારે 5 આરોપના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે.

આ મામલે મીડિયા સુત્રો થકી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા બહિયલ ગામમાં ગરબાનું આયોજન કરાયું હતું. આ દરમિયાન સામાન્ય બાબતે બે જૂથ વચ્ચેની માથાકૂટ હિંસામાં પરિણામી હતી. જેના બાદ આગચંપી, તોડફોડ, પથ્થરમારા જેવી ઘટનાઓને અંજામ અપાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે બુધવારે ત્રીજા નોરતાએ 2 સમુદાયના લોકો સામ-સામે આવી જતાં ઘર્ષણ થયું હતું.  દહેગામના બહિયલ ગામે બનેલી આ ઘટનામાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યારે ગામમાં ગરબા ચાલતા હતા ત્યારે ગરબાની બાજુના એક વિસ્તારમાંથી ચાલુ ગરબાએ પથ્થરમારો થયો હતો અને એક ટોળું આવ્યું હતું જેણે પથ્થરમારો કર્યો હતો.

તેમના જણાવ્યા અનુસાર ગરબા સ્થળે 3 બાજુએથી પથ્થરમારો થયો હતો અને 25 જેટલી ગાડીઓના કાચ તૂટ્યા હતા. આ પથ્થરમારામાં મહિલાઓને ઇજા પહોંચી હતી. જ્યારે 15 જેટલા પોલીસ વાહનોના કાચ પણ તૂટ્યા હતા.

પોલીસે શકમંદોની સઘન પૂછપરછ શરૂ કરી હતી કે કોના ઈશારે કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાયો. સઘન તપાસને અંતે પોલીસે હિંસા ભડકાવનારાને ઘરમાં ઘુસીને કોલર ખેંચીને લઈ ગઈ હતી. જે બાદ તેમની બરાબરની સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યુ હતુ. ત્યારબાદ પોલીસે તેમને ઘટના સ્થળે જઈ લઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતુ. આ દરમિયાન ત્યાં હાજર સહુ કોઈએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ઉપદ્રવી તત્વો જે રીતે ચાલી રહ્યા છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે ગુજરાતની શાંતિ ડહોળનારાઓ કોઈપણ હશે તેમને છોડવામાં નહીં આવે.

Related Posts