પાલીતાણા ગીરીરાજ જૈન તીર્થ ખાતે વિવિધ જૈન સંઘ અને આગેવાનો દ્વારા ડોળીમાં યાત્રા કરનાર યાત્રિકો
પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.૨૦/- ઉઘરાવવામાં આવતા હોવાની વ્યાપક રજુઆત બાબતે ભાવનગર જિલ્લા અધિક
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂઇએ તા.૧૭/૦૪/૨૦૨૬
થી તા.૧૬/૦૫/૨૦૨૬ સુધી નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નાનુભાઈ સંચાલિત યુનિયન દ્વારા કરવામાં આવેલ
પીટીશનમાં નામ.ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય આખરી રહેવાની શરતે પાલીતાણા ગિરીરાજ જૈન તીર્થ ખાતે ડોળી
યુનિયન દ્વારા યુનિયનના નામે રૂ.૨૦/- યાત્રિકો પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા
થશે.
“જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલ ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઇપણ હેડકોન્સ્ટેબલથી
ઉતરતા દરજ્જાના ન હોય તેવા અધિકારીને અધિકાર રહેશે.”
પાલીતાણા ગિરીરાજ જૈન તીર્થ ખાતે ડોળી યુનિયન દ્વારા યુનિયનના નામે રૂ.૨૦/- યાત્રિકો પાસેથી ઉઘરાવવા પર પ્રતિબંધ










Recent Comments