અમરેલી

અમરેલી જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ/ગ્લુ બોર્ડ)ના ઉત્પાદન, વેચાણ તેમજ તેના ઉપયોગ પર પ્રતિબંધ


અમરેલી તા. ૦૨ જુન,૨૦૨૬ (મંગળવાર) – અમરેલી જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ/ગ્લુ બોર્ડ)ના ઉત્પાદન, વેચાણ તેમજ તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉંદર પકડવાની જાળ(ગ્લુ ટ્રેપ) જેને ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી સ્ટ્રીપ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ ઉંદરોને પકડવા માટે થાય છે. 

આ જાહેરનામું તા. ૨૪.૦૭.૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ અન્વયે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Posts