અમરેલી

સાવરકુંડલા નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં બનાસકાંઠા ના સાંસદ ગેનીબેન ઠાકોરે સભાં ગજવી.

સાવરકુંડલા નગરપાલિકા ના વોર્ડ નંબર ત્રણના એક સભ્ય માટેની ચૂંટણી યોજાઈ છે જેમનું મતદાન આગમી તારીખ 16/02ને રવિવારે યોજાશે સાવરકુંડલાના વોર્ડ નંબર ત્રણના એક સભ્યની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવાર સામ સામા લડી રહ્યાછે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રમેશભાઈ જ્યાણી ના સમર્થનમાં બનાસકાંઠા જીલ્લાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકરો ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા સાવરકુંડલા વોર્ડ નંબર ત્રણના જેસર રોડ ફાટક અને શ્રમજીવી નગર ફાટક ની મધ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર મિટિંગ યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જીલ્લાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકરો, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમ્મર, અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, ગુજરાત રાજ્યના પૂર્વકૃષિમંત્રી ધીરુભાઈ દૂધવાળા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ચંદ્રશભાઈ રવાણી સહિતના કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહી સભાં ગજવી હતી ગેનીબેન અને જેનીબેન સાંભળવા માટે રાત્રે 11 વાગ્યા સુધી વોર્ડ નંબર ત્રણના મતદારો ઉપસ્થિત રહ્યા હતા આતકે ભાવિન ગોસાઈ, હિતેશ જ્યાણી, પૂર્વ સદસ્ય હિતેશભાઈ સરૈયા, હસુભાઈ બગડા, હસુભાઈ સૂચક વગેરે કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..

Related Posts