ગુજરાત

ધરમપુરનાં વિરવલમાં આજથી છોટે મોરારિબાપુના મુખે ભાગવતકથાનો પ્રારંભ

દક્ષિણ ગુજરાતના ધરમપુર નજીકના આદિવાસી ક્ષેત્ર વિરવલ ગામે તા 27 માર્ચથી 2 એપ્રિલ સુધી લોકસંત પૂ.રામકૃષ્ણ શાસ્ત્રી (કુંઢેલીવાળા છોટેમોરારીબાપુ) ના મુખેથી સંગીતમય શ્રીમદ્ ભાગવતકથાનો પ્રારંભ થશે. અહીંના દીતિયાબાપાના સમરણ સાથે સર્વ પિતૃઓના મોક્ષાર્થે અહીં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

કથા દરમિયાન વિદ્વાન ધર્માચાર્ય પૂ.પ્રભુદાદા તેમજ સંતો મહંતો સહિતના પધારીને આશિર્વચન પાઠવશે. કથાની સફળતા માટે યુવાનો સહિતના સૌ ગામજનો જહેમત ઉઠાવી રહ્યાં છે. 

કથા શ્રાવણનો સમય રોજના સવારે 10.30 થી 1.00 વાગ્યા સુધીનો છે. દરરોજ કથા વિરામ બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related Posts