ભાવનગર

ભાવનગર જિલ્લો બન્યો યોગમય: શાળા, કોલેજો, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલસહિતના સ્થળોએ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર દેશની સાથે ભાવનગર જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં
આવી હતી. આજે ભાવનગર જિલ્લો સાચા અર્થમાં યોગમય બન્યો હોય તેવો માહોલ ઠેર ઠેર જગ્યાએ જોવા મળ્યો
હતો. ભાવનગર જિલ્લામાં 1494 શાળાઓ, કોલેજો તથા આઈ.ટી.આઈ અને 62 આરોગ્ય કેન્દ્રો, 26 પોલીસ સ્ટેશન,
જિલ્લા જેલ, 10 તાલુકાઓ અને નગરપાલિકા કક્ષાએ વિવિધ આસનો, યોગ અને પ્રાણાયામ તથા ધ્યાન ધરીને યોગ
દિવસની ભવ્ય ઉજવણી કરવામાં‌ આવી‌ હતી.
યોગ કોચ દ્વારા “એક પૃથ્વી – એક સ્વાસ્થ્ય માટે યોગ” થીમ હેઠળ યોગના વિવિધ આસનો કરવામાં આવ્યા
હતા અને યોગ વિશે સમજણ અપાઈ હતી.
ભાવનગર જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી
નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ઉપરાંત વિવિધ જગ્યાએ યોજાયેલ યોગ કાર્યક્રમમાં
ભાવેણાવાસીઓ વિશાળ સંખ્યામાં સામૂહિક રીતે‌ જોડાઈને વિવિધ યોગાસનોનું નિદર્શન કર્યું હતું.

Related Posts