લાગતા વળગતા તથા રસ ધરાવતા ઈસમોને જણાવવાનું કે,ભાવનગર વન વિભાગ હેઠળની ક્ષેત્રિય રેન્જ-
ભાવનગર હેઠળ હાથબ ડેપો ખાતે પડેલ હાથબ રાઉન્ડ ગુન્હાના કામે કબ્જે લેવામાં આવેલ ગાંડા બાવળના જલાઉ
સરપણ ૦.૫૫ કવિન્ટલ તથા હાથબ અ. જંગલના સર્વે નં.૩૩૫ ઇકો ટુરીઝમ સાઇટ ખાતે નડતર રુપ ગાંડા બાવળ
નંગ. ૨૨ મંજુર થયેલ માર્કીંગ ખરડા મુજબ દુર કરતા નિકળેલ જલાઉ લાકડા ૩૬ ક્વિન્ટલ એમ કુલ-૩૬.૫૫
ક્વિન્ટલની જાહેર હરાજી તા.૧૦/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે હાથબ બંગલો, (હાથબ રાઉન્ડ),
તા.ઘોઘા, જિ.ભાવનગર તેમજ ભાવનગરના વિક્ટોરીયા પાર્ક ખાતે સને ૨૦૨૫-૨૬ના વર્ષ દરમ્યાન વાવેતર
પ્લોટમાથી એકત્ર કરેલ રદ્દી પોલીથીન બેગના જથ્થો ૧૦,૦૦૦ કિ.ગ્રા, ૧૫*૨૫ સાઈઝની રદ્દી પોલીથીન બેગની
જાહેર હરાજી તા.૧૦/૦૩/૨૦૨૬ ના રોજ બપોરે ૦૪.૦૦ કલાકે ક્ષેત્રિય રેન્જ ઓફીસરશ્રીની કચેરી, ભાવનગર ખાતે
રાખવામાં આવેલ છે.
હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક રસ ધરાવતા વ્યક્તિઓએ નિર્ધારિત સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે.
(૧) હરાજીમાં ભાગ લેનાર ઈસમોએ ખરાપણાની રકમ એકલોટના રૂા.૪૦૦/- તથા બન્ને લોટના રૂા.૮૦૦/-
માંગણી કરતા પહેલા રોકડેથી ભરપાઈ કરવાના રહેશે.
(૨) હરાજી જેના નામે મંજૂર કરવામાં આવે તે ઈસમોને તેની માંગણીની પુરેપુરી રકમના ૨૫% રકમ તે જ
સમયે સ્થળ પર ભરવાની રહેશે.
(૩) હરાજીની તમામ શરતો હરાજીના સમયે સ્થળ પર વાંચી સંભળાવવામાં આવશે.
(૪) હરાજીમાં મુકવામાં આવેલ સદર મુદ્દામાલ ભાગ લેનાર ઈસમો હરાજી પહેલાના કોઈપણ ચાલુ કામ-
કાજના દિવસે હાથબ ડેપો તથા વિકટોરયા પાર્ક ખાતે જોઈ ચકાસી શકશે.
(૫) હરાજીમાં ફેરફાર કરવાની કે હરાજી મંજૂર કે ના-મંજૂર કરવાની તમામ આખરી સત્તા નીચે સહી
કરનારની રહેશે.તેમ ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.


















Recent Comments