ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનો દિવ્યાંગજન પ્રતિ સંવેદના ઉજાગર થઈ હતી.
ભાવનગરથી નાવી મુંબઈ ની શરૂ થયેલી પ્રથમ ફ્લાઈટમાં ૩૦ દિવ્યાંગજનને મુંબઈ દર્શન માટે મોકલાયા હતા.
દિવ્યાંગ બાળકોનાં હદયમાં બોલતા ધબકારનાં ભાવ વ્યક્ત કરતા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં
જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે “મૃદુ, સંવેદનશીલ, વ્યક્તિત્વનાં ધની એવા ભાવેણાનાં
સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં પગલે ભાવેણાની
વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે તેમનાં જ પ્રયત્નથી શરુ થયેલ ભાવનગર થી નવી મુંબઈ વિમાની
સેવાના પ્રથમ યાત્રાળુ તરીકે પસંદ થયેલ ૩૦ દીવ્યાંગોની પસંદગી કરવામાં આવી હતી.
૩૦ દિવ્યાંગ બાળકો સાથે ભાવનગર થી નવી મુંબઈ આરંભાયેલ હવાઈ સેવા દેશના અનેક શહેરો સાથે જોડી
ભાવેણાને નવી ઊંચાઈ આપશે. તેઓના નેતૃત્વમાં સમગ્ર ભાવનગરના ૨૭૦૦ દિવ્યાંગજન સુધી નિ:શુલ્ક સાધન
સહાય પણ પહોંચાડવામાં આવી હતી.
આ તકે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી મૈત્ર પટેલ જણાવે છે કે હવાઈ મથકની
મારી પ્રથમ મુલાકાત વિમાની યાત્રામાં પરિવર્તિત થશે તેવી મને સપને પણ ખબર ન હતી. આ ઉપરાંત શ્રી
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી પ્રથમ વાઘાણી જણાવે છે કે હવામાં ઉચકાતા વિમાનને જ્યારે
બંધ આંખે અવાજનાં માધ્યમથી અનુભવ્યું ત્યારે પેટમાં ગલગલીયા થતા હોય તેવી અનુભૂતિ થઇ. નવા આહલાદક
અનુભવની યાત્રાએ વિચારોની વરમાળા ચકકર ચક્કર ફરતી હોય તેવું લાગ્યું.
ઊર્મિની આંખે જેના અંતરનાં ભાવો મને દ્રશ્યમાન થયા છે તેવા સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન
બાંભણિયાએ દિવ્યાંગ બાળકોની હવાઈ મુસાફરીની ટીકીટ, મુંબઈ દર્શનની વ્યવસ્થા, નાસ્તો અને બપોરનું ભોજન,
આગતા સ્વાગતા માટે સતત દોડધામ કરતી ટીમ સેવામાં કામે લગાડીને સાચા નેતાની પ્રતીતિ કરાવી છે.
















Recent Comments