ગુજરાત

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરકાર અને રિક્ષા વચ્ચે ટક્કર, ત્રણથી વધુ લોકોને ઈજાઓ પંહોચી

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક વખત અકસ્માત જાેવા મળ્યો. બુધેલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક વખત અકસ્માત જાેવા મળ્યો. બુધેલ ગામ નજીક કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો. ગમખ્વાર અકસ્માતમાં ત્રણથી વધુ લોકોને ઈજાઓ પંહોચી. અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકોને ગંભીર ઇજા પંહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ગંભીર અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પંહોચ્યો.

રાજ્યમાં સૌથી વધુ અકસ્માત નેશનલ હાઈવે પર થતા હોય છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક મહિનાની અંદર જ ફરી ત્રીજાે ગંભીર અકસ્માત જાેવા મળ્યો. પંદર દિવસ અગાઉ ૧૭ ડિસેમ્બરના રોજ રેતી ભરેલા ડમ્પર અને લકઝરી બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર ૬ લોકોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા હતા જ્યારે ૧૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમજ ૧૯ ડિસેમ્બરના રોજ રાજુલા નજીક ટ્રક અને બાઈકની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાલ ૨ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. જાે કે પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. એક જ મહિનાની અંદર ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગઈકાલે વધુ એક અકસ્માત બનવા પામ્યો હતો. ગતરોજ મોડી રાત્રે ઇરીટીગા કાર અને રીક્ષઆ વચ્ચે ટકકર થતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક મહિલાને ઇજા પંહોચતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી. નેશનલ હાઈવે પર થયેલ અકસ્માતની પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી.

Related Posts