fbpx
ભાવનગર

“આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની અંડર-૧૯ શાળાકીય રમતોત્સવ ૨૦૨૧-૨૨ યોજાયો

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ, ગાંધીનગરની સુચના અન્વયે જિલ્લા રમત ગમત કચેરી ભાવનગર શહેર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વષે પણ વિવિધ રમત ગમત સ્પર્ધાઓનું આયોજન “આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત હાથ ધરવામાં આવેલ હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની જુદી જુદી શાળાઓનાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.

સૌપ્રથમ ભાવનગર શહેર વિસ્તારની ઝોનકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથ્લેટિક્સ એમ કુલ ૪ સ્પર્ધાઓનું આયોજન ઝોન કન્વીનરશ્રી દ્વારા કરવામાં આવેલ હતું.

ભાવનગર શહેર વિસ્તારનાં કુલ ૯ ઝોનની સ્પર્ધામાં અંદાજિત ૨,૦૦૦ જેટલાં ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. જેમાં વિજેતા થયેલ ટીમ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ હતી.

જ્યારે ૨૧ રમતો સીધી જિલ્લા કક્ષાએ યોજાઇ હતી. આ સ્પર્ધામાં અંદાજિત ૧,૫૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. ઝોનકક્ષા અને જિલ્લાકક્ષાની તમામ સ્પર્ધામાં જે-તે શાળાનાં ખેલાડી સાથે તેની શાળાનાં ટીમ મેનેજર તરીકે વ્યાયામ શિક્ષક હાજર રહેલ હતાં. જિલ્લાકક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમ/સ્પર્ધકોમાંથી પસંદગી સમિતિ દ્વારા પસંદ થયેલ ખેલાડી રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાવનગર શહેરનું પ્રતિનિધિત્વ કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/