fbpx
ભાવનગર

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ સુજલામ-સુફલામ જળ અભિયાનના પ્રારંભ પ્રસંગે જાતે જે.સી.બી. મશીન ચલાવ્યું

શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આજે જિલ્લા કક્ષાના સુજલામ – સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવાના પ્રસંગે જાતે જે.સી.બી. મશીનની કમાન સંભાળીને આ અભિયાનની શરૂઆત કરાવી હતી.

પોતાના મામાના ગામ અને પોતે જે નદીમાં નાનપણમાં છબછબીયા  કરવાનો આનંદ ઉઠાવ્યો છે તે માલેસરી નદી ખાતેથી આજે શરૂ થયેલા જળ અભિયાન અંતર્ગત તેમણે સમાજના અએક અદના નાગરિક તરીકેની ફરજ નિભાવતા પોતે જે.સી.બી. મશીન પર સવાર થઈને જે.સી.બી. મશીન ચલાવ્યું હતું.

મંત્રીશ્રીએ રાજ્ય સરકાર લોકો માટે લોકો ના કાર્યો માટે કેટલી સંવેદનશીલ છે તેની પ્રતીતિ કરાવતાં સામાન્ય માણસ તરીકે મહત્વપૂર્ણ એવાં આ જળ અભિયાનમાં સમાજનો એક સામાન્ય માણસ શું કરી શકે તેનો ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.

પૃથ્વી પરના તમામ સજીવો માટે જળ ચક્રની નિયમિતતા ખૂબ જ આવશ્યકતા છે, ત્યારે પ્રભુના પ્રસાદ રૂપે પડેલ પાણીને પ્રસાદી સમજીને જળનું ટીંપે-ટીપું સંગ્રહિત થાય તે માટે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલતાથી આ અભિયાન ચલાવી રહી છે.

લોકો પણ વ્યાપક રીતે આ જળ અભિયાનમાં જોડાઈ રહ્યાં છે ત્યારે જળચક્રની ગંભીરતા શું છે તેની ગંભીરતા પારખીને લોક અભિયાનના આ સેવા યજ્ઞમાં પોતે જે.સી.બી. મશીન ચલાવીને રાજ્ય સરકાર, લોકો અને આ ધરા માટે આ અભિયાન શા માટે અગત્યનું છે તેનું જીવંત ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/